ટ્રેન્ડિંગબિઝનેસ

છટણીના મુદ્દે ભારત સરકારે એમેઝોન પાસે માંગ્યો જવાબઃ જાણો શું થશે IT કંપનીઓ પર અસર

  • ભારતીય આઇટી કંપનીઓ હાયરિંગ કરી શકે છે
  • એમેઝોનના પબ્લિક પોલીસીના મેનેજરને સમન્સ

ઇ-કોમર્સ સેક્ટરની દિગ્ગજ કંપની એમેઝોન વૈશ્વિક સ્તરે મોટા પ્રમાણમાં છટણીની તૈયારી કરી રહી છે, જે આવતા અઠવાડિયેથી શરૂ થશે. કંપનીના આ Layoff પ્લાનના કારણે ભારતમાં કંપનીના કર્મચારીઓ પર પણ નોકરી જવાનો ખતરો છે. આ બધાની વચ્ચે ભારતીય શ્રમ મંત્રાલયે સખત વલણ અપનાવ્યુ છે. કંપનીને નોટિસ નોકલવામાં આવી છે અને એક મોટા અધિકારીને સમન્સ પાઠવ્યા છે. મંત્રાલયે તેની નોટિસમાં લખ્યું છે કે, તમને તમામ પુરાવાઓ સાથે આ તારીખ અને સમયે આ ઓફિસમાં વ્યક્તિગત રીતે અથવા પ્રતિનિધિ દ્વારા હાજર થવા વિનંતી કરવામાં આવે છે.

છટણીના મુદ્દે ભારત સરકારે એમેઝોન પાસે માંગ્યો જવાબઃ જાણો શું થશે IT કંપનીઓ પર અસર hum dekhenge news

ભારતીય IT કંપનીઓ નવી ભરતી કરશે?
એક રિપોર્ટ અનુસાર ભારતીય IT કંપનીઓ નવી ભરતીના મુડમાં છે. આઇટી સેક્ટરની કંપની કેપજેમિની અને ઇન્ફોસિસ હાયરિંગ બિંજ પર છે. કેપજેમિની ભારતમાં ટેકનિકલ પ્રોફેશનલ્સની શોધ કરી રહી છે. દેશભરમાં ઉપલબ્ધ પદો માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. તેના હાયરિંગમાં ફ્રેશર્સ અને લેટરલ બંને સામેલ છે.

10,000 કર્મચારીઓની છટણીની તૈયારી
Twitter અને facebookમાં હજારો લોકોની છટણીનો મામલો હજુ શાંત પડ્યો નથી. ત્યારે દિગ્ગજ ઇ-કોમર્સ કંપની જેફ બેજોસના નેતૃત્વ વાળી કંપની એમેઝોને મોટી સંખ્યામાં છટણીની જાહેરાત કરી હતી. રિપોર્ટ મુજબ એમેઝોન આ અઠવાડિયે કોર્પોરેટ અને IT ક્ષેત્રમાં કામ કરતા લગભગ 10,000 લોકોને નોકરીમાંથી બહાર કરવાની જાહેરાત કરી રહ્યુ હતુ.

આ છટણી દુનિયાભરમાં કામ કરી રહેલા કર્મચારીઓમાંથી કરવામાં આવશે, તેમાં ભારતીય કર્મચારીઓ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર 2021 સુધીના આંકડાઓ મુજબ એમેઝોનમાં ફુલ અને પાર્ટટાઇમ કર્મચારીઓની સંખ્યા લગભગ 16 લાખ હતી.

છટણીના મુદ્દે ભારત સરકારે એમેઝોન પાસે માંગ્યો જવાબઃ જાણો શું થશે IT કંપનીઓ પર અસર hum dekhenge news

શ્રમ મંત્રાલયે આપી નોટિસ
આ છટણી વિરુદ્ધ શ્રમ મંત્રાલયે એમેઝોન ઇંડિયાની પબ્લિક પોલીસીના મેનેજરને સમન્સ પાઠવ્યા છે. આ જવાબદારી સંભાળી રહેલા સ્મિતા શર્માને આજે વિચાર-વિમર્શ માટે બોલાવ્યા છે. તેમાં કહેવાયુ છે કે કંપની તરફથી સંબંધિત કર્મચારીઓને 30 નવેમ્બરની ડેડલાઇન સાથે વોલન્ટરી સેપ્રેશન પ્રોગ્રામની ડિટેલ શેર કરવામાં આવી છે. ત્યારબાદથી એમેઝોનના કર્મચારીઓમાં ડરનો માહોલ છે.

VSP ડોક્યુમેન્ટમાં શું કહેવાયુ છે?
કંપની દ્વારા શેર કરાયેલા VSP ડોક્યુમેન્ટમાં કહેવાયુ છે કે તમને જણાવવામાં આવે છે કે એમેઝોન એક વોલેન્ટરી સેપ્રેશન પ્રોગ્રામ લાગુ કરી રહ્યુ છે. જે કંપનીના AET ઓર્ગેનાઇઝેશનના સંબંધિત કર્મચારીઓ માટે અસ્થાઇ રીતે ઉપબલ્ધ છે. આ હેઠળ કર્મચારીઓ પાસે નીચે અપાયેલા VSP લાભો હેઠળ સ્વેચ્છાથી નોકરીમાંથી રાજીનામુ આપવાનો મોકો મળશે. કંપનીએ તેને સ્વીકારવા માટે કર્મચારીઓને 30 નવેમ્બર સવારે 6.30 સુધીનો સમય આપ્યો છે. ઉલ્લેખનીય છે કે કર્મચારી સંઘોની નારાજગી બાદ આ પગલુ ભરાયુ છે.

આ પણ વાંચોઃ ઓહ, 1985માં દાલ મખની અને શાહી પનીર હતુ માત્ર આટલા રૂપિયામાં?

Back to top button