ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગુજરાત સરકાર દ્વારા બકરીના દૂધ માટે સંપાદન-બજાર વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન

  • રાજ્ય સરકાર દ્વારા વધુ એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો
  • ગુજરાતમાં બકરીના દૂધના સંપાદન અને બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે સરકાર દ્વારા સક્રિયપણે ચર્ચા-વિચારણા
  • અમૂલ બ્રાન્ડના સફળ સહકારી માળખા હેઠળ બકરીના દૂધ માટે સંપાદન-બજાર વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન: મંત્રી 

ગુજરાત સરકાર દ્વારા વધુ એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગાય-ભેંસ-ઊંટડી બાદ હવે બકરીના દૂધ માટે સંપાદન અને બજાર વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં બકરીના દૂધના સંપાદન અને બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે સરકાર દ્વારા સક્રિયપણે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઘેટા-બકરા ઉછેરક માલધારી સંગઠનની રજૂઆતને ધ્યાને લઇ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી અને ત્યારબાદ જણાવ્યું હતું કે, “ અમૂલ બ્રાન્ડના સફળ સહકારી માળખા હેઠળ ગાય-ભેંસ-ઊંટડી બાદ બકરીના દૂધ માટે સંપાદન અને બજાર વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન”

રાજ્ય સરકાર દ્વારા બકરીના દૂધના સંપાદન અને બજાર વ્યવસ્થા અંગે ચર્ચા-વિચારણા

ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે, જેના માટે ગાય-ભેંસના તેમજ કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધ માટે સંપાદન તેમજ બજાર વ્યવસ્થાનું અમૂલ બ્રાન્ડનુ ઉત્તમ સહકારી માળખુ સફળતાપૂર્વક કાર્યરત છે. પશુપાલકો સાથે સાથે ગુજરાતમાં બકરાપાલન વ્યવસાય સાથે સંકળાયેલ માલધારીઓને પણ બકરીનું દૂધ વેચીને આર્થિક રીતે સમૃદ્ધ અને સ્વનિર્ભર બને તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સક્રિયપણે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે.

ગાય-ભેંસ-ઊંટડી બાદ બકરીના દૂધ માટે સંપાદન-બજાર વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન: મંત્રી

સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ઉછેરક માલધારી સંગઠન દ્વારા જિલ્લામાં બકરીના દૂધના સંપાદન-બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પશુપાલન મંત્રીએ આ રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. ત્યારબાદ પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, “છેલ્લી પશુ વસતી ગણતરી અનુસાર ગુજરાતમાં બકરી વર્ગના પશુઓની સંખ્યા ૪૮ લાખથી પણ વધુ છે. ગુજરાત દ્વારા થતા કુલ ૧૬૭ લાખ મે. ટન દૂધ ઉત્પાદનમાં બકરીના દૂધનો ફાળો ૨ ટકા જેટલો છે. રાજ્યમાં ગાય, ભેંસ અને ઊંટડીના દૂધ માટે જેમ અમૂલ બ્રાન્ડનુ ઉત્તમ સહકારી માળખુ ઉપલબ્ધ છે, તેવી જ રીતે આગામી સમયમાં અનેક ગુણધર્મો ધરાવતા બકરીના દૂધ માટે પણ અમૂલનું ઉત્તમ સહકારી માળખું કાર્યરત કરી શકાય તેમ છે. ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૩ના ગેઝેટમાં બકરીના દૂધના સુધારેલ માનક પ્રસિદ્ધ કરાયા છે, જે સપ્ટેમ્બર-૨૦૨૩થી અમલીકૃત થયા છે”

 

આ પણ વાંચો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતીથી ‘અમૃત કલશ યાત્રા’ ટ્રેનને બતાવી લીલી ઝંડી

Back to top button