- 2030 સુધીમાં 50 લાખ મેટ્રીન ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક
- રિન્યૂએબલ એનર્જી માટે એક લાખ હેક્ટરની ફાળવણી થશે
- 8 વર્ષમાં 100 ટકા ઉત્પાદન ન કર્યું તો જમીન પાછી લેવાશે
કાર્બન ઉત્સર્જનની તીવ્રતા ઘટાડવા દિશામાં સોલાર, વિન્ડ, વિન્ડ સોલાર હાઈબ્રિડ એમ રિન્યૂએબલ એનર્જીથી ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન જરૂરી છે. તે માટે રાજ્યમાં સરકારી ખરાબા કે પડતર જમીન ભાડાપટ્ટે મળશે. મહેસૂલ વિભાગે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે સોમવારે જમીન ફાળવણી નીતિ- 2023 જાહેર કરી હતી. જેમાં પ્રતિવર્ષ લઘુતમ એક લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરી શકે તેવા એકમોને વાર્ષિક પ્રતિ હેક્ટર રૂ.15,000ના ભાડે 40 વર્ષ માટે જમીન મેળશે. અલબત્ત આ ભાડામાં પ્રત્યેક ત્રણ વર્ષે 15 ટકા લેખે વધારો થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળશે આ વિશેષ સારવાર
2030 સુધીમાં દેશમાં 50 લાખ મેટ્રીન ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક
ભારત સરકારે તાજેતરમાં જ રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મીશન આરંભ્યું છે. જેમાં વર્ષ 2030 સુધીમાં દેશમાં 50 લાખ મેટ્રીન ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક રાખાયો છે. જેથી વર્ષ 2070 સુધી ક્લાઈમેન્ટ ચેન્જની અસરને હળવી અને શુન્ય કાર્બન ઉત્સર્જન કરી શકાય. તેના માટે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન યુનિટો વધુ સ્થપાય, વૈશ્વિક સ્તરે સ્ટ્રેટેજિક મહત્વ જળવાય, ઔદ્યોગિક સ્પર્ધામાં મહત્વનો ભાગ ભજવે તે હેતુથી નીતિ તૈયાર કરાઈ છે. એમ મહેસૂલ વિભાગના ઉપસચિવ નિલેશ મોદીની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં કહેવાયુ છે. આ નીતિ હેઠળ રાજ્યમાં ગ્રીન હાઈડ્રોજન માટે સોલાર અથવા વિન્ડ અથવા વિન્ડ- સોલાર હાઈબ્રિડ એનર્જી પ્લાન્ટ વિકસાવવા માંગતા એકમે એક લાખ મેટ્રીક ટન પ્રતિ વર્ષ ઉત્પાદન કરવુ અનિવાર્ય છે.
આ પણ વાંચો: આવતીકાલે ધો. 10-12 CBSEના રિઝલ્ટનો ફેક પત્ર વાઇરલ
રિન્યૂએબલ એનર્જી માટે એક લાખ હેક્ટરની ફાળવણી થશે
સરકારી સાહસો દ્વારા ભવિષ્યમાં ગ્રીન ઉર્જાના પ્રોજેક્ટની જરૂરીયાતોને ધ્યાને લઈને લધુત્તમ એક લાખ હેક્ટર સરકારી પડતર જમીન રાજ્ય સરકારની કંપનીઓને રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે ફાળવવા નક્કી થયુ છે. કચ્છમાં હયાત સોલ્ટ બેઝ કેમિકલ ઉદ્યોગોના વિસ્તરણ માટે પણ એક લાખ એકર જમીન અનામત રહેશે.
આ પણ વાંચો: બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી, સોસાયટીઓ ખાલી કરાવાઇ
8 વર્ષમાં 100 ટકા ઉત્પાદન ન કર્યું તો જમીન પાછી લેવાશે
ઉત્પાદન ઝડપી થાય તે માટે સંલગ્ન રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનો વિકાસ, જમીનનો કબ્જો મળ્યાના 8 વર્ષમાં પૂર્ણ કરવાનો રહેશે. 8 વર્ષને અંતે પ્રોજેક્ટની 100 ટકા વીજ ક્ષમતા અને તે થકી ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન નહિ થાય તો એવા પ્રોજેક્ટની ક્ષમતા ઘટાડીને બાકીની જમીન સરકાર દ્વારા પરત મેળવવા કાર્યવાહી કરાશે.