

વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થતાં અને નવી સરકારે સત્તા સંભાળી લીધી છે, ત્યારે આગામી વર્ષે ગુજરાત G20ની બેઠકોની યજમાની કરી રહ્યું છે ત્યારે રાજ્ય વહીવટીતંત્રએ G20 ની યોજના અને અમલીકરણ માટે વિસ્તૃત કવાયત શરૂ કરી દીધી છે. આગામી વર્ષમાં ગુજરાતમાં યોજાનારી બેઠકો ભારતે ડિસેમ્બરના રોજ G20 નું પ્રમુખપદ સંભાળ્યું હતું. ત્યારે ગુજરાતમાં તૈયારીઓની વીશે મુખ્ય સચિવે વાત કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત કરશે G-20 સમિટની 15 બેઠકોની યજમાની, તૈયારીઓ આરંભી દેવાય
G-20 સમિટની બેઠકને લઈને શુ કહ્યુ મુખ્ય સચિવે
G-20 સમિટની 15 બેઠકો માટે ગુજરાતને યજમાની કરવાનો મોકો મળ્યો છે. ત્યારે આ અંગે મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્યના વહીવટીતંત્રના વિવિધ વિભાગોના ટોચના અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી અને ગુજરાતમાં યોજાનાર કાર્યક્રમોના સમયપત્રક અને અન્ય વ્યવસ્થાઓને અંતિમ સ્વરૂપ આપવા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી રહ્યા હોવાનું જણાવ્યુ છે. તેમજ ગુજરાત G20ની બેઠકોની યજમાની કરવા એકદમ તૈયાર છેનું જણાવ્યું હતુ.
શુ છે તૈયારી
આ સમિટમાં ગુજરાતમાં આવનારા વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિમંડળો, મહેમાનો સમક્ષ ગુજરાતની આગવી પરંપરા, વિરાસત, સંસ્કૃતિ અભિનવ પરિયોજનાઓ, નિવેષ ક્ષમતા તથા અન્ય વિકાસ અવસરો પ્રભાવી રૂપે પ્રસ્તુત કરવામાં આવશે. અને રાજ્ય સરકારે અતિથિઓની સુરક્ષા, પ્રોટોકોલ, લોજિસ્ટિક્સ, પ્રવાસન જેવી બાબતો સહિત સમગ્ર સમિટના આયોજનને સફળ બનાવવા જૂદી જૂદી કમિટીઓની રચના કરી હોવાનું જણાવ્યુ હતુ.