અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં, આ તારીખે કરશે વિરોધ પ્રદર્શન

Text To Speech
  • ગુજરાતમાં ફરી આંદોલન ધમધમશે
  • આગામી 18-19એ મીણબત્તી પ્રગટાવી રેલી યોજાશે

ભારતના બંધારણ મુજબ કર્મચારીઓનું પેન્શન એ રાજ્ય યાદીનો વિષય છે. જેના પર નિર્ણય કરવા રાજ્ય સરકાર સ્વતંત્ર અને સક્ષમ છે. જેથી, ગુજરાત રાજ્યનાં તમામ NPS હેઠળ વિવિધ વિભાગોમાં સરકારી સેવા બજાવતા અધિકારીઓ/અધ્યાપકો/શિક્ષકો/ કર્મચારીઓ અને તેમના મંડળો દ્વારા ગુજરાતમાં છેલ્લા અમુક વર્ષોથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગણી અને લાગણી પૂરી કરવા માટે ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે. જો કે, જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નોનો હજુ કોઈ ઉકેલ આી શક્યો નતી.

સરકારી કર્મચારીઓ સરકાર સામે લડત લડવા તૈયારીઓ શરૂ કરી

આ કારણોસર સરકારી કર્મચારીઓ સરકાર સામે લડત લડવા તૈયારીઓ શરૂ કરી છે. આગામી 18-19મીએ રાજ્યમાં જી્લા કક્ષાએ કલેક્ચર કચેરીએ આવેદનપત્ર આપશે. આ ઉપરાંત મિણબત્તી પ્રગટાવીને રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.જૂની પેન્શન યોજનાનો અમલ કરવા માટેની માંગનો ગુજરાત સરકારે સ્વીકાર જ કર્યો નથી. આ પ્રશ્ન ઉકેલા માટે રાજ્ય સરકાર સમક્ષ સરકારી કર્મચારી મહામંડળોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાંય હજુ ઉકેલ આવી શક્યો નથી. આ પ્રશ્નને લઈને આજે દિલ્હીમાં દેશના બધાય સરકારી કર્મચારી મહામંડળોએ જંતરમંતર ખાતે દેખાવો કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાતનાય કર્મચારીઓએ ભાગ લીધો હતો.

આ મામલે આંદોલન કરવામાં આવશે

આ દેખાવોમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, હવે જે તે રાજ્યમાં આ મામલે આંદોલન કરવામાં આવશે. ગુજરાતમાં સહકારી કર્મચારી મહામંડળોએ નક્કી કર્યું છે કે,તા.18મીએ દરેક જિલ્લામાં કર્મચારીઓ કલેક્ટરને આવેદનપત્ર આપશે. જ્યારે તા.19મીએ કર્મચારીઓએ જિલ્લા મથકોએ મિણબત્તી પ્રગટાવીને રેલી યોજશે. કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને ગુજરાતમાં લાગુ કરવાની માંગને વધુ બુલંદ બનાવશે.

આ પણ વાંચો :

Back to top button