ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાતવિશેષ

ખેડૂતોના હિતમાં મોટો નિર્ણયઃ સરકાર આ ઉત્પાદનોનો 100% હિસ્સો MSP પર ખરીદશે

નવી દિલ્હી, 13 માર્ચ, 2025: કેન્દ્ર સરકાર તુવેર, અડદ અને મસુરના ઉત્પાદનનો 100% હિસ્સો MSP પર ખરીદવા માટે પ્રતિબદ્ધ છે તેમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. તદઅનુસાર, ભારત સરકારે 15માં નાણા પંચની ભલામણ અનુસાર 2025-26 માટે સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે.

સંકલિત PM-AASHA યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ આપે છે એટલું જ નહીં પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થતી અસ્થિરતાને પણ નિયંત્રિત કરે છે. સંકલિત PM-AASHA યોજનાની ભાવ સહાય યોજના હેઠળ, નિર્ધારિત વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ને અનુરૂપ સૂચિત કઠોળ, તેલીબિયાં અને કોપરાની કેન્દ્રીય નોડલ એજન્સીઓ (CNAs) દ્વારા રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધા લઘુતમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી કરવામાં આવે છે. Government committed to purchase 100% of tur, urad and lentil production at MSP

કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ખરીદી વર્ષ 2024-25 માટે રાજ્યના ઉત્પાદનના 100% જેટલા ભાવ સહાય યોજના (PSS) હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે.

સરકારે 2025ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે, દેશમાં કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે આગામી ચાર વર્ષ માટે 2028-29 સુધી રાજ્યના ઉત્પાદનના 100% જેટલા તુવેર, અડદ અને મસૂરની ખરીદી કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.

તદ્દનુસાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તુવેર (અરહર) મસુર અને અડદની ખરીદીને અનુક્રમે 13.22 LMT, 9.40 LMT અને 1.35 LMT મંજૂરી આપી. તેમણે ખરીફ 2024-25 સીઝન માટે ભાવ સહાય યોજના હેઠળ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં કુલ 13.22 LMT ખરીદીને મંજૂરી આપી.

આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોમાં ખરીદી શરૂ થઈ ગઈ છે અને 11.03.2025 સુધીમાં આ રાજ્યોમાં કુલ 1.31 LMT તુવેર (અરહર) ખરીદી કરવામાં આવી છે. જેનાથી આ રાજ્યોના 89,219 ખેડૂતોને ફાયદો થયો છે. અન્ય રાજ્યોમાં પણ તુવેર (અરહર)ની ખરીદી ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે. તુવેરની ખરીદી NAFEDના eSamridhi પોર્ટલ અને NCCF ના aSamyukti પોર્ટલ પર પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી પણ કરવામાં આવે છે. ભારત સરકાર NAFED અને NCCF નામની કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી તુવેરની 100% ખરીદી કરવા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચોઃ નકલી ફેસબુક અકાઉન્ટ બનાવી પતિ સાથે આખી રાત વાત કરતી પત્ની, રેસ્ટોરન્ટમાં મળવા બોલાવી તો ભાંડો ફુટ્યો

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button