ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સરકાર દરેક ખાનગી મિલકત પર કબજો કરી શકતી નથીઃ SCનો ઐતિહાસિક નિર્ણય

  • મારા અને 6 જજોના ત્રણ ચુકાદા છે, જસ્ટિસ નાગરત્ના આંશિક રીતે સહમત થયા અને જસ્ટિસ ધૂલિયાની અસંમતિ રહી: CJI

નવી દિલ્હી, 5 નવેમ્બર: પ્રાઈવેટ પ્રોપર્ટી વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં ચુકાદો આપતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું કે, તમામ ખાનગી સંપત્તિ સમુદાયની ભૌતિક સંપત્તિ નથી. કેટલીક વ્યક્તિગત મિલકત સમુદાયના ભૌતિક સંસાધનો પણ હોઈ શકે છે. આ 9 ન્યાયાધીશોની બંધારણીય બેંચનો નિર્ણય છે, જેણે 1978થી અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના ઘણા નિર્ણયોને પલટી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના નેતૃત્વમાં 9 જજોની બેંચે દાયકાઓ જૂના આ વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડની આગેવાની હેઠળની નવ જજોની આ બંધારણીય બેંચે આ વર્ષે 1 મેના રોજ સુનાવણી કર્યા પછી ખાનગી સંપત્તિ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં ચુકાદો આપતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું કે, ‘ત્રણ ચુકાદા છે, મારા અને 6 જજોના… જસ્ટિસ નાગરત્ના આંશિક રીતે સહમત અને જસ્ટિસ ધૂલિયાની અસંમતિ. અમારું માનવું છે કે કલમ 31C કેશવાનંદ ભારતી કેસમાં જે હદ સુધી યથાવત છે, તે બરોબર છે.”

 

1978 પછીના તમામ નિર્ણયો પલટાવ્યા…

સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, “સરકાર તમામ ખાનગી મિલકતો હસ્તગત કરી શકે નહીં.” CJI DY ચંદ્રચુડે 1978 પછીના ચુકાદાઓને ઉથલાવી દીધા છે જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને કહ્યું હતું કે, સરકાર સામાન્ય ભલા માટે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે. CJI, સાત ન્યાયાધીશોની બહુમતીનો ચુકાદો લખતા, જણાવ્યું હતું કે, તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી અને તેથી સરકારો દ્વારા કબજે કરી શકાય નહીં.

9 જજોની બંધારણીય બેંચ

સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ બી.વી.નાગરત્ના, જસ્ટિસ સુધાંશુ ધુલિયા, જસ્ટિસ જે.બી.પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહનો સમાવેશ થાય છે. જેમણે આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.

આ પણ જૂઓ: ન્યાયતંત્રની સ્વતંત્રતાનો અર્થ હંમેશા સરકાર વિરુદ્ધ નિર્ણયો આપવાનો નથી: CJI ચંદ્રચુડ

Back to top button