ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે 1373 કરોડની યોજનાને સરકારની મંજૂરી

Text To Speech
  • ગુજરાતને સંપૂર્ણ રીતે ફાટક મુક્ત બનાવવાની આ યોજના
  • તમામ માનવરહિત લેવલ ક્રોસિંગ 2018માં જ નાબુદ કરી દેવાયા છે
  • લગભગ 1050 લેવલ ક્રોસિંગને અંડર બ્રિજ કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા

ગુજરાતના મુખ્ય 83 લેવલ ક્રોસિંગને અંડર કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી રાજ્યને ફાટક મુક્ત બનાવવાની કવાયત હાથ ધરી છે. ગુજરાતને સંપૂર્ણ રીતે ફાટક મુક્ત બનાવવાની આ યોજના 1393 કરોડ રૂપિયાની છે. જે હેઠળ રાજ્યના 83માંથી 11 લેવલ ક્રોસિંગને અંડર કે ઓવર બ્રિજમાં રૂપાંતરિત કરવામાં આવ્યાં છે.

લગભગ 1050 લેવલ ક્રોસિંગને અંડર બ્રિજ કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, છેલ્લાં એક દસકામાં લગભગ 1050 લેવલ ક્રોસિંગને અંડર બ્રિજ કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા છે. તેમજ ગુજરાતમાં બ્રોડગેજ નેટવર્ક પરના તમામ માનવરહિત લેવલ ક્રોસિંગ 2018માં જ નાબુદ કરી દેવાયા છે. ગુજરાતમાં જે 83 લેવલ ક્રોસિંગને નાબુદ કરવાની યોજના છે. તેમાંથી 11ને તો અંડર કે ઓવરબ્રિજમાં રૂપાંતરિત કરી દેવાયા છે.

રેલવેએ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર સાધને બેડીબંદર સાથે કનેક્ટિવિટી કરી

બીજી બાજું રેલવેએ ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રકચર સાધને બેડીબંદર સાથે કનેક્ટિવિટી કટોસણ-બેચરાજી-રણુજ લાઈનનું ગેજ રૂપાંતરણ, ઉત્પાદિત કાર લોડ કરવા, દેશમાં અને નિકાસ કરવાના હેતુથી બંદરો સુધીની પરિવહન સેવા માટે મારૂતિ સુઝિકી કાર પ્લાન્ટ સુધી રેલવે સાઈડિંગ વિકસાવ્યુ છે.

આ પણ વાંચો: ગુજરાત : આંકલાવ નગર પાલિકામાં પ્રથમ વખત અપક્ષના સમર્થનથી ભાજપે સત્તા મેળવી

Back to top button