ગુજરાતટોપ ન્યૂઝ

વિરોધ વચ્ચે સરકાર, એક-બે નહીં 30 થી વધુ આંદોલનો છે સક્રિય, જોઈલો લિસ્ટ

Text To Speech

હાલમાં રાજ્ય સરકાર સામે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. દરરોજ સરકાર સામે નવા આંદોલન અને વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યા છે. જેમાં સામાજિક આંદોલનથી લઈ સરકારી કર્મચારી, કિસાન સંઘ, નિવૃત સેના જવાનોના આંદોલનનો મોરચો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. જેના દ્વારા સતત સરકાર પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ગાંધીનગર : વિરોધનો વધુ એક મોરચો, જંગલના રખેવાળો સત્યાગ્રહ છાવણીમાં

આ તરફ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક મેસેજ અનુસાર સરકાર વિરુદ્ધ 30 થી વધુ આંદોલનો ચાલી રહ્યા છે. સરકારનું નાક દવાબી અને પડતર માંગણી ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આંદોલનોનો આંક સામે આવ્યો છે. ગુજરાત સરકાર સામે કુલ 30 થી વધુ આંદોલનો સામે આવ્યા છે. સરકારે આંદોલનો ઠારવા માટે આંદોલન સમિતિની પણ રચના કરી છે પરંતુ સરકારની સમસ્યામાં સતત વધાર થઈ રહ્યો છે.

સરકાર સામે 30થી વધુ આંદોલનો (જોકે હાલ આ તમામની પુષ્ટિ કરી રહ્યા નથી)

1. શિક્ષકોનું OPS આંદોલન
2. પોલીસકર્મીઓનું ગ્રેડ પે આંદોલન
3. વનરક્ષકોનું આંદોલન
4. કિસાન આંદોલન
5. વિદ્યાસાહયક ભરતી આંદોલન
6. ટેટ પરીક્ષા માટેનું આંદોલન
7. તલાટી ભરતી આંદોલન
8. આંગણવાડી કાર્યકર આંદોલન
9. VCE આંદોલન
10. હોમગાર્ડના પગાર વધારા માટે આંદોલન
10. GISF પગાર વધારાનું આંદોલન
11. આઉટ્સોર્સીંગ કર્મચારીઓનું આંદોલન
12. આશા બહેનોનું આંદોલન
13. તલાટી કર્મીઓનું આંદોલન
14. શિક્ષણ મહાસંગઠનું આંદોલન
15. બેરોજગાર ઉમેદવારોનું આંદોલન
16. મોંઘવારી વિરોધ આંદોલન
17. માલધારી આંદોલન
18. PASS નું આંદોલન
19. અનામતનું આંદોલન
20. અનામત બચાવો આંદોલન
21. પેપર કૌભાંડ માટે આંદોલન
22. કંડક્ટર મિત્રોનું આંદોલન
23. ખરાબ રસ્તા માટે આંદોલન
24. ગૌચર માટે આંદોલન
25. આદિવાસીઓના હક માટે આંદોલન.
26. સમગ્ર શિક્ષા ના કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન
27. જાતિ પ્રમાણપત્રો માટે આંદોલન
28.રહેમરાહે નોકરી માટે આંદોલન
29. પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારી (MPHW/FHW, MPHWS/FHWS) ટેક્નિલ ગણવા માટે આંદોલન.
30.કોર્ટ કેસ વાળા મશીન મંગલમ નરેગા ડીસ્મુ ગ્રામ સેવકો વિસ્તરણ અધિકારીઓ કે જેઓ કોર્ટ આધારિત રક્ષિત છે તેઓની માંગણી નું આંદોલન.
31. આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન અર્તગત કરાર આધારિત કર્મચારીઓનુ સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરીટી તથા બેઝ પે અને ઈક્રીમેન્ટના વધારા અંગે આંદોલન

આ પણ વાંચો : સરકાર સામે હવે એસટી નિગમ અને ચોથા વર્ગના કર્મચારીઓએ મોરચો માંડ્શે

Back to top button