ગુજરાતટોપ ન્યૂઝ

પાલિતાણા વિવાદને લઈને સરકાર એક્શનમાં, ટાસ્ક ફોર્સના 8 સભ્યોની કરી જાહેરાત

Text To Speech

રાજ્યમાં હાલ શેત્રુંજય પર્વત વિવાદ વધુ વકરતા હવે સરકાર આ મામલે સરકાર એક્શનમાં આવી છે. અને હવે આ વિવાદનો અંત લાવવા માટે અને જૈન સમાજની રજૂઆતો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે આ મામલે ટાસ્ક ફોર્સની જાહેરાત કરી તેના સભ્યોની પણ જાહેરાત કરી છે. હવે આ વિવાદને ઉકેલવા મેટે સરકારની ટાસ્ક ફોર્સ 8 સભ્યો પાલિતાણા વિવાદ ઉકેલશે. અને આ મામલે સમાધાન લાવશે.

ટાસ્ક ફોર્સના 8 સભ્યોની જાહેરાત

જૈન સમાજનો વિરોધ ઉગ્ર બનતા સરકારમાં પણ ચિંતામાં મુકાઈ હતી અને આ મામલે જલ્દી ઉકેલ લાવવા માટે પગલા લઈ રહી છે. પાલીતાણા વિવાદ મામલે રાજ્ય સરકારે 8 સભ્યોની ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની જાહેરાત બાદ આજે તેના સભ્યોની જાહેરાત કરી છે. જે મુજબ આ ફોર્સમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ટાસ્કફોર્સની અધ્યક્ષતા કરશે. રેન્જ IG જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષકનો અને ભૂ-સ્તર શાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જમીન દફ્તર નિરિક્ષક, પાલીતાણાના ચિફ ઓફિસરનો પણ સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સભ્ય સચિવ તરીકે પાલીતાણાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રહેશે.

પાલિતાણા વિવાદ-humdekhengenews

શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવાશે

મહત્વનું છે કે પાલિતાણા વિવાદ મામલે જૈન સમુદાય ઉગ્ર આંદોલન પર ઉતરી આવતા સરકાર આ મામલે હવે કડક પગલા લેવા જઈ રહી છે. શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંક અને તોડફોડ સિવાય પણ અનેક પ્રશ્નોના હલ લાવવા માટે શેત્રુંજય પર્વત પર પોલીસ ચોકી બનાવાની પણ જાહેરાત કરી હતી. ત્યારે આજે સરકારે ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સના સભ્યોની પણ જાહેરાત કરી દીધી છે, આ ટાસ્કફોર્સ તમામ વિષયો પર અધ્યયન કરીને, તપાસ કરીને પગલાં ભરશે.

આ પણ વાંચો: વડોદરામાં 10મી ઈન્ટરનેશનલ મેરેથોન યોજાઈ, રમતગમતના મંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન

Back to top button