ડમી કાંડ મામલે સરકાર એક્શનમાં, તપાસ માટે SITની રચના કરાઈ
- ડમી કાંડ મામલેવધુ તપાસ માટે SITનું ગઠન
- ડમી પેપરકાંડમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ
- સમગ્ર મામલે તપાસ કરવામા આવશે
ભાવનગર ડમી કાંડ વિદ્યાર્થીઓનાં મામલામાં પોલીસે તપાસ તેજ કરી છે. યુવરાજસિંહ જાડેજાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોના કાંડનો પર્દાફાશ કર્યો હતો, જે બાદ રાજ્ય સરકારે આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા. આ તપાસમા અનેક ખુલાસા થયો છે. ત્યારે હવે આ મામલે વધુ વિગતો બહાર તે માટે SIT ની રચના કરવામાં આવી છે.
ડમી કાંડ મામલે SITની રચના
યુવરાજસિંહ જાડેજાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ચાલી રહેલા મસમોટા કૌભાડનો પર્દાફાસ કર્યો હતો. જે બાદ પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામા આવી હતી. આ તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. ગઈ કાલે આ કૌભાંડનો પર્દાફાસ કરનારા યુવરાજ સિંહ પર પણ ગંભીર આરોપો લગાવવામા આવ્યા હતા. ત્યારે ડમી પેપરકાંડમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી હતી. જેથી આ કૌભાંડની ઉંડાણપુર્વક તથા તલસ્પર્શી કરવા માટે આઇજી દ્વારા SITની રચના કરવામા આવી છે. આ SIT નાં સુપરવિઝન અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલની નિમણુંક કરવામા આવી છે.
આ અધિકારીઓ કરશે તપાસ
ડમી વિદ્યાર્થી કૌભાંડમાં મામલે હવે નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘલના સુપરવિઝન હેઠળ સમગ્ર તપાસ કરવામાં આવશે.DYSP આર.આર.સિંઘાલની અધ્યક્ષતામાં 25 સભ્યોની નિમણૂક કરવામા આવી છે. SIT ની રચના થતા પીઆઈ કક્ષાના 1 અધિકારી, પીએસઆઇ કક્ષાના 9 અધિકારી તેમજ સ્ટાફના માણસો દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામા આવશે.
સંજય પંડ્યાની કરાઈ અટકાયત
ડમી પેપરકાંડ સાથે સંકળાયેલા 36 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મામલે પોલીસે સત્તાવાર રીતે 4 લોકોની ધડપકડ કરી છે. જ્યારે બાકીરહેલા 32 લોકોની શોધખોળ શરૂ કરી છે. ત્યારે આ મામલામાં આરોપી સંજય પંડ્યાની કરાઈ તાલીમ કેન્દ્રથી અટકાયત કરાઈ છે. સંજય પંડ્યા વર્ષ 2022માં ડમી ઉમેદવાર બનીક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો : અમદાવાદીઓ બહારની વસ્તુઓ ખાતા હોય તો ચેતજો ! આ ફેમસ દાળવડા સેન્ટરમાં માર્યું સીલ