આ વર્ષે મંદિરોમાં અન્નકૂટ દિવાળીના બીજા દિવસે નહીં પરંતુ સૂર્યગ્રહણના કારણે ત્રીજા દિવસે થશે. આ લગભગ 27 વર્ષ પછી થશે. ખંડગ્રાસ સૂર્યગ્રહણને કારણે દિવાળીના બીજા દિવસે 25 ઓક્ટોબરે ગોવર્ધન પૂજા પણ થશે નહીં.
હિંદુ પરંપરા અને તિથિ અનુસાર દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ કરવામાં આવે છે. આસો માસની પ્રદોષ વ્યાપિની અમાવસ્યા 24મી ઓક્ટોબરે દિવાળી ઉજવવામાં આવશે. સાંજે મહાલક્ષ્મી-ગણેશ, કુબેરની પૂજા થશે. સૂર્યગ્રહણ 25 ઓક્ટોબરે બપોરે 02.29 કલાકે શરૂ થશે અને સાંજે 06.32 કલાકે સમાપ્ત થશે. આ ગ્રહણ સ્વાતિ નક્ષત્ર પર થઈ રહ્યું છે. આખા વર્ષ દરમિયાન બંધ રહેતા આ મંદિરના દરવાજા ધનતેરસથી અન્નકૂટ તિથિ સુધી જ ભક્તો માટે ખુલ્લા રહે છે.
આ પણ વાંચો : આ વર્ષનું બીજુ સૂર્યગ્રહણ, આ રાશીના લોકોએ રેહવું સાવધાન !
નૂતન વર્ષ એટલે કે કારતક માસના શુક્લ પક્ષની પ્રતિપદાના દિવસે ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરુઆત કરે છે. જેમાં ગોવર્ધન પર્વતની પૂજાના દર્શન ભક્તો અવશ્ય કરતા હોય છે. દિવાળીના પાંચ મુખ્ય તહેવારોમાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટ એ ચોથો મુખ્ય તહેવાર છે. ગોવર્ધન પર્વતની વિશેષ પૂજા તમામ પ્રકારની આફતોથી બચાવે છે અને સુખ આપે છે.