

શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટી વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માલદીવથી સિંગાપુર જવાની ફિરાકમાં છે. બુધવારે રાત્રે માલદીવના વેલના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ગોટાબાયા બુધવારે શ્રીલંકાથી માલદીવ પહોંચ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકામાં તેમના વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે.હાલમાં શ્રીલંકામાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.
શ્રીલંકાનાં રાષ્ટ્રપતિ ગોટાબાયા સિંગાપોર જવાની તૈયારીમાં
ગોટાબાયા માલદીવથી સિંગાપોર જવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી સામે આચી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર રાજપક્ષેએ જનતાના વિરોધના ડરથી માલદીવ સરકાર પાસેથી સિંગાપોર જવા માટે ખાનગી જેટની માંગણી કરી હતી ગોટાબાયા રાજપક્ષે હજુ પણ માલદીવમાં છે. ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સમયે માલદીવથી સિંગાપોર જવા રવાના થઈ શકે છે.