લાઈફસ્ટાઈલહેલ્થ

ડ્રાય કફ થયો છે? આદુના ટુકડાને પાંચ મિનિટ જીભની નીચે દબાવો

Text To Speech

ઠંડીની સીઝનમાં ઘણા લોકો ગળામાં ખરાશની સાથે સાથે સુકી ખાંસીથી પરેશાન હોય છે. આ સીઝનમાં ઘણાં લોકોને ડ્રાય કફની તકલીફ જોવા મળે છે. ડ્રાય કફ કે ખાંસી ઝડપથી મટતી નથી. હવામાન બદલવાના લીધે આમ થતુ હોય છે. જો તમને આ તકલીફ બે અઠવાડિયા સુધી રહે છે તો ગંભીર ચિંતાની વાત છે. ઘણી વાર કેટલીયે સીરપ લો, દવાઓ ખાવ, પરંતુ ખાંસી અને ખરાશમાં આરામ મળતો નથી. આવા સંજોગોમાં કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઇએ.
ડ્રાય કફ થયો છે? આદુના ટુકડાને પાંચ મિનિટ જીભની નીચે દબાવો hum dekhenge news

  • સંતરાના રસમાં એક ચમચી હળદર, એક ચપટી મરી મિક્સ કરીને પી શકો છો.
  • તમે ઇચ્છો તો એક ચમચી મધ રોજ રાતે હુંફાળા ગરમ પાણીમાં નાંખીને પી શકો છો.
  • આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે, જે સુકી ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે. તમે એક ચપટી મીઠુ અને આદુ મિક્સ કરીને ચા અને મધ સાથે પી લો.
  • ઘીમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે ગળાને નરમ રાખે છે. ઘીમાં મરી પાવડર નાંખીને ખાશો તો સુકી ખાંસીમાં આરામ મળશે.
  • ગળામાં બેક્ટેરિયાથી છુટકારો મેળવવા માટે મીઠાના પાણીના કોગળા કરો.
  • તુલસીનો ઉકાળો ગળાની ખરાશ અને ખાંસી બંનેમાં ફાયદાકારક છે. તુલસીના પાન નાંખીને પાણી ઉકાળો અને પછી ગોળ નાંખીને પીવો.
  • આદુની ચા તો ફાયદાકારક છે, આ ઉપરાંત આદુના ટુકડાને રાતે જીભની નીચે દબાવો અને તેનો રસ અંદર લેતા રહો. તેનાથી ખાંસી આવવી બંધ થઇ જશે.
  • ઠંડી વસ્તુઓ ખાવા-પીવાથી દુર રહો, ઠંડુ પાણી પણ અવોઇડ કરો.
  • હળદરમાં એન્ટીઇન્ફ્લેમેટ્રી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. તે ખાવાથી તમારુ ગળાનું ઇંફેક્શન ખતમ થઇ જશે અને ખાંસીમાં આરામ મળશે.

આ પણ વાંચોઃ ધનમાંથી નીકળીને મકર રાશિમાં જશે શુક્ર દેવઃ આ બે રાશિઓની મુશ્કેલીઓ વધશે, જાણો કોને લાભ?

Back to top button