ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગોરખપુરના કુખ્યાત ગેંગસ્ટર વિનોદ ઉપાધ્યાયનું STF દ્વારા એન્કાઉન્ટર

Text To Speech
  • વિનોદકુમાર ઉપાધ્યાય પર 1 લાખનું ઈનામ અને 35 કેસ નોંધાયા હતા

ઉત્તરપ્રદેશ, 5 જાન્યુઆરી : ઉત્તરપ્રદેશ STFએ મોટા માફિયા અને શાર્પ શૂટર વિનોદકુમાર ઉપાધ્યાયને યુપીના સુલતાનપુરમાં એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. ગોરખપુર પોલીસે વિનોદ કુમાર ઉપાધ્યાય પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. તેની સામે 35 કેસ નોંધાયા હતા. જ્યારે એસટીએફની ટીમ તેને પકડવા ગઈ તો તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. STF દ્વારા જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો હતો.

ગેંગસ્ટર વિનોદકુમાર ઉપાધ્યાય પર 35 કેસ નોંધાયેલા હતા

ઉલ્લેખનીય છે કે, શાર્પ શૂટર વિનોદ કુમાર ઉપાધ્યાયે પોતાની સંગઠિત ગેંગ બનાવી હતી અને લખનૌના ગોરખપુર, બસ્તી, સંત કબીર નગરમાં અનેક સનસનાટીભર્યા હત્યાની ઘટનાઓને અંજામ આપ્યો હતો. જેથી તેના પર 35 કેસ નોંધાયા હતા પરંતુ તેમાંથી એક પણ કેસમાં તેને સજા થઈ નથી. ત્યારે શુક્રવારે વહેલી સવારે જ્યારે STFની ટીમે તેને ઘેરી લીધો ત્યારે તેણે બચવા માટે ગોળીબાર શરૂ કર્યું. તેણે STF ટીમ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જે બાદ STFએ જવાબી કાર્યવાહીમાં તેને ગોળી મારી દીધી. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

STFની ટીમ ગેંગસ્ટરને 7 મહિનાથી શોધી રહી હતી

STF અને ગોરખપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ 7 મહિનાથી વિનોદ ઉપાધ્યાયને શોધી રહી હતી. ઉપાધ્યાય યુપીના માફિયાઓની ટોપ 10 યાદીમાં સામેલ હતો. વિનોદ ઉપાધ્યાય અયોધ્યા જિલ્લાના પૂર્વાનો રહેવાસી હતો અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યુપી પોલીસે તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. હકીકતમાં, 2004માં ગોરખપુર જેલમાં બંધ ગુનેગાર જીતનારાયણ મિશ્રાએ કોઈ મુદ્દે વિવાદ બાદ વિનોદ ઉપાધ્યાયને થપ્પડ મારી દીધી હતી અને વિનોદ ઉપાધ્યાયે થપ્પડ બાદ હત્યા કરી નાખી. આ ઘટનાથી વિનોદ ઉપાધ્યાય ચર્ચામાં આવ્યો હતો.

આ પણ જુઓ :હિઝબુલના મોસ્ટ વોન્ટેડ આતંકી જાવેદ અહેમદ મટ્ટૂની દિલ્હીમાં ધરપકડ

Back to top button