ગુજરાતટોપ ન્યૂઝ

ગોપાલ ઇટાલિયાએ કહ્યું; 2017 માં હાર્દિક પટેલ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળ્યો હતો !

Text To Speech

ડમીકાંડ મામલે ખંડણીના આરોપસર આપ નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી હમણાં થોડી જાગી હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સમગ્ર મામલે આજે ટ્વિટ કરી ભાજપ અને હમણાં આમ આદમી પાર્ટી છોડીને ગયેલા કોર્પોરેટરો પર શાબ્દિક હુમલો કર્યો હતો.

આ પણ વાંચો : ગુજરાત ATSને મળી શકે છે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી, કોર્ટમાં કરી અરજી

ગોપાલ ઇટાલિયાએ પોતાના એક ટ્વિટમાં હાર્દિક પટેલનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘આંદોલન દરમિયાન 2017 માં અમદાવાદની એક હોટલમાંથી હાર્દિક પટેલ રૂપિયા ભરેલી બેગ લઈને નીકળ્યો હતો એવો ભાજપે હોબાળો કર્યો હતો,હાર્દિકે સમાજ વેચી રૂપિયા લાવ્યો એવો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.’ આ ટ્વિટ કરી ગોપાલ ઇટાલિયા ક્યાંક યુવરાજસિંહ કેસમાં સામે આવેલા CCTV મામલે ઈશારો કરતાં હોય તેવું લાગી રહ્યું છે.

જ્યારે બીજા ટ્વિટમાં ઇટાલિયાએ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયેલા આપના કોર્પોરેટરો પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘યુવરાજસિંહના સાળા પાસેથી પોલીસે 38 લાખ કબજે કર્યા એવા ન્યુઝ આવે છે. 38 લાખ જ મળ્યા? પૈસા કબજે કરવા હોય તો પોલીસ સી.આર.પાટીલની ચાર આંખની શરમ રાખ્યા વગર AAPમાંથી ભાજપમાં ગયેલા 12 કોર્પોરેટરની આજે તપાસ કરે તો વ્યક્તિ દીઠ ઓછામાં ઓછાં દોઢ કરોડ રોકડા લેખે અંદાજે 20 કરોડ મળી શકે છે.’ હમણાં થોડા સમય અગાઉ જ વિધાનસભા ચુંટણીમાં હર્ષ સંઘવી પર ટિપ્પણી કરવા મામલે સીબીઆઇ દ્વારા ઇટલીયાની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે હાર્દિકવાળી ટ્વિટમાં શું થાય છે તે જોવું રહ્યું.

Back to top button