ગોપાલ ઈટાલિયા પાસે માત્ર 5 લાખની સંપત્તિ, જાણો- ઈટાલિયા વિરુદ્ધ કુલ કેટલા કેસ ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કાના મતદાનના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. સુરતની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિધાનસભાની ચૂંટણી લડશે. ચૂંટણી પંચને ગોપાલ ઈટાલિયાએ માહિતી આપી છે કે તેમની પાસે સંપત્તિના નામે માત્ર 5 લાખ રૂપિયા છે.

ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ 17 જેટલા કેસ
ગોપાલ ઈટાલિયા વિરુદ્ધમાં અપશબ્દો બોલવા, હવામાં ફાઇરિંગ કરવા જેવા આશરે 17 કેસો નોંધાયા છે. ઈટાલિયા વિરુદ્ધ હરિદ્વાર કોર્ટમાં કેસ દાખલ થયો છે. તેમના પર પીએમ મોદીની માતાને અપશબ્દો બોલવાનો આરોપ લાગ્યો છે. ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો બતાવીને પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસને નાટક પણ કહ્યું હતું. ત્યારબાદ તમને રાષ્ટ્રિય મહિલા આયોગે નોટિસ મોકલી હતી. દિલ્હીમાં આયોગની ઓફિસમાં હાજર થયાં બાદ પોલિસે તેમની ધરપકડ કરી હતી.

પાટીદારોના પ્રભાવશીળા નેતા ઈટાલિયા
આમ આદમી પાર્ટી ગુજરાતનાં અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ગુજરાતનાં પ્રભાવશાળી પાટીદાર સમુદાયથી આવે છે. ગોપાલ ઈટાલિયાએ 2015માં પાટીદાર આરક્ષણની માંગને લઈને શરૂ થયેલા આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તેઓ સરકારી સેવામાં લિપિક હતા. 2017માં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર બૂટ ફેંકવાને લઈ ઈટાલિયા ચર્ચામાં આવ્યા હતા. આ ઘટના બાદ તેમની નોકરી હાથમાંથી નિકળી ગઈ. એ પછી ઈટાલિયા પાસના આંદોલનથી જાહેર જીવન અને એ પછી રાજકારણમાં પ્રવેશ્યા હતા.