ચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર મતદાન પ્રક્રિયા ધીમી કરવાનો લગાવ્યો આરોપ

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા ચાલુ  છે. ત્યારે સુરત ખાતે કતારગામ વિધાનસભા બેઠક પર ગોપાલ ઈટાલિયા દ્વારા ચૂંટણીપાંચ ની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ કરવામાં આવતા ભારે હોબાળો થયો છે.

સુરત કતારગામ વિધાનસભા બેઠક પર હોબાળો. સુરતના વિધાનસભા બેઠક પર વહેલી સવારે ધીમી ગતિએ મતદાનનો પ્રારંભ થતા આમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વાર વહીવટ તંત્ર વિરુદ્બ આક્ષેપ કરવામાં આવ્યો કરવામ આવ્યો છે. જેને લઈને ભારે હોબલી મચી રહ્યો છે.

ગોપાલ ઈટાલિયા દ્વારા ભાજપ પર આરોપ 

ગોપાલ ઈટાલિયા દ્વારા ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ કરતા જણાવવામાં આવ્યું છે કે, જાની જોઇને કતારગામ વિધાનસભાની બેધક પર ધીમી ગતિએ મતદાન કરવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી અનુસાર આજે સવારે 8 કલાકે પહેલા તબક્કાનની ચૂંટણીનો પ્રારંભ થયો છે. જો કે વહેલી સવારથી જ કતારગામ સહીત અન્ય વિધાનસભા બેઠકો પર મતદારોમાં નીરસ માહોલ જોવા મળ્યો હતો. એક તબક્કે સુરત કતારગામ વિધાનસભા બેઠક પર શરૂઆતના બે કલાકમાં નીરસ મતદાનને પગલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા દ્વારા સોશ્યિલ મીડિયામાં વહીવટી તંત્ર દ્વારા આ બેઠક પર જાની જોઇને ધીમું મતદાન કરાવાવમાં આવી રહ્યું હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. જેને પગલે ભારે હોબાળો મચી રહ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતનું એક મતદાન મથક એવું જ્યાં 100 ટકા મતદાન 11 વાગ્યે જ પૂર્ણ થઈ ગયું

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા રસ્તામાં જ અધિકારીઓ સાથે ઝઘડી પડ્યા હતા. અધિકારીઓ અને ઈટાલિયા વચ્ચે ભારે રગજગ થઈ હતી. ગોપાલ ઈટાલિયાએ મતદાન પ્રક્રિયા ઝડપી કરાવવા રજૂઆત કરી હતી. બુથ ઉપર મતદાન ધીમું ચાલતું હોવાથી લાંબી લાઈનો લાગી હતી અને કેટલાંક મતદારો કંટાળી અને થાકીને જતા રહેતાં હતા.

વાત કરીએ બપોરે 11 કલાક સુધી કતારગામ વિધાનસભા બેઠક પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાનની ટકાવારી 18 ટકાથી પણ વધુ નોંધાઈ હતી. ત્યારે મોટા વરાછામાં નિરસ માહોલ જોવા મળ્યો હતો. તેમજ યોગીચોક વિસ્તારમાં 2017 જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

Back to top button