ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મને મારવા ગુંડા મોકલવામાં આવ્યાઃ કેરળના રાજ્યપાલે કર્યો ગંભીર આક્ષેપ

તિરુવનંતપુરમ (કેરળ), 12 ડિસેમ્બર: કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને મુખ્ય મંત્રી પિનરાઈ વિજયન પર તેમને શારીરિક નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.રાજ્યપાલ જ્યારે દિલ્હી જવા માટે તિરુવનંતપુરમ એરપોર્ટ પર જઈ રહ્યા હતા ત્યારે તેમના વાહનને કેટલાક લોકોએ ટક્કર મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, શાસક CPI(M)ના વિદ્યાર્થી વિંગના સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઈન્ડિયાના કેટલાક લોકોએ કથિત રીતે તેમના વાહન પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે કેરળમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યપાલ આરિફ મોહમ્મદે આરોપ લગાવ્યો છે કે, સીએમ વિજયને હુમલો કરાવવા માટે ગુંડા મોકલ્યા છે.

કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને મીડિયાને કહ્યું કે તેમને શારીરિક નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતલબ કે મુખ્યમંત્રી વિજયન આમાં સામેલ છે. તેમણે એમ પણ દાવો કર્યો કે આ ખાલી કોઈ અકસ્માત નથી પરંતુ જાણીજોઈને હુમલો કરાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં રાજ્યપાલે કહ્યું કે, પોલીસને આ બદમાશો સામે કાર્યવાહી કરવાથી અટકાવવામાં આવી રહી છે. આ પાંચમી ઘટના જ્યારે મારી કાર પર હુમલો થયો હોય.  કાર પર ઘણા બધા સ્ક્રેચ પણ છે. આ બદમાશો મુખ્યમંત્રની આદેશ પર આવું કરી રહ્યા છે. હું કોઈને ડરાવવાનો પ્રયાસ નથી કરતો અને કોઈનાથી  ડરવાનો સવાલ જ પેદા નથી થતો.

ગવર્નર આરિફ મોહમ્મદ ખાન તેમના વાહન પર કથિત હુમલા બાદ રોષે ભરાયા હતા. તેમણે આ ઘટના અને કેરળમાં લોકશાહીની કથળતી સ્થિતિની નિંદા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકીય મતભેદ શારીરિક હિંસા તરફ દોરી ન  જાય. ખાને આરોપ લગાવ્યો કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ માત્ર ધ્વજ લહેરાવ્યો જ નહીં પરંતુ તેમના વાહન પર બંને બાજુથી હુમલો પણ કર્યો.

કોંગ્રેસ અને ભાજપે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા

આ સમગ્ર ઘટનાને લઈ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે. સુધાકરને તેને રાજ્યના ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો, જ્યારે તેમના ભાજપ સમકક્ષ કે. સુરેન્દ્રને આરોપ લગાવ્યો કે પોલીસ અધિકારીઓએ સુરક્ષા વાહનોની ગતિ ઓછી કરી દીધી જેથી વિરોધીઓ આવીને રાજ્યપાલના વાહનને ટાર્ગેટ કરી શકે. તેમણે કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બેફામ પણે કથળી રહી છે પરંતુ અમે ગુંડાગીરી સામે મૂક પ્રેક્ષક બનીને ચૂપ નહીં રહીએ.

આ પણ વાંચો: રાજસ્થાનમાં કોણ બનશે CM? ભાજપ આપશે સરપ્રાઈઝ ! આજે CMને લઈ નિર્ણય

Back to top button