ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની ગૂગલી, મહિલાઓને સરકારી નોકરીઓમાં 35% અનામત

  • સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35% અનામત
  • મહિલાઓને સશક્ત બનાવવાનું પગલું કે ચૂંટણીના પડઘા ?

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સરકાર દ્વારા ચૂંટણી પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાજસિંહ ચૌહાણની સરકાર દ્વારા ગુરુવારે(5 ઓક્ટોબરે) મધ્યપ્રદેશમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને 35% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે રાજ્યમાં હવે આ 35% અનામતની ફોર્મ્યુલા વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં લાગુ થશે.

મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનું પગલું કે ચૂંટણીના પડઘા ?

સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર, હવે મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે 35% સરકારી નોકરીઓમાં અનામત રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા અનામત મળશે. નિર્ણયને પગલે મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ (મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈઓ) નિયમો 1997માં સુધારો કરવામાં આવ્યો છે. વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં 35% અનામતની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. જેથી મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.

 

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ત્યારે  રાજ્યની ભાજપ સરકાર દ્વારા મહિલાઓને સરકારી નોકરીઓમાં 35% અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પણ તેના ઢંઢેરામાં મહિલાઓને મહત્વનું સ્થાન આપી રહી છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ, તો રાજ્યમાં કુલ 2.6 કરોડથી વધુ મહિલા મતદાતાઓ છે અને બંને પક્ષો આ વોટબેંકને જીતવા માટે સખત પ્રયાસ કરી રહી છે.

લાડલી બહેના યોજના હેઠળ મહિલાઓને રૂ.1500 મળી રહ્યા છે

મહિલાઓને 35% અનામતની જાહેરાત કર્યા પહેલા પણ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મહિલાઓ માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં લાડલી બહેના યોજના હેઠળ રાજ્ય સરકાર મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા મોકલે છે. મુખ્યમંત્રીએ પહેલેથી જ કહ્યું છે કે, આ રકમ ભવિષ્યમાં વધારવામાં આવશે અને તે દર મહિને 3000 રૂપિયા સુધીની થઈ શકે છે. વધુમાં કહ્યું કે, આ યોજના હેઠળના નાણાં તબક્કાવાર વધારવામાં આવશે.

આ પણ જાણો :ભારતીય ક્રિકેટર શિખર ધવને પત્ની આયેશાથી લીધા છૂટાછેડા   

Back to top button