ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Googleની ભારતીય યુઝર્સને ખાસ ભેટઃ જાણો શું કર્યા બદલાવ?

Text To Speech

Google for India Eventમાં કંપનીએ કેટલાય નવા ફીચર્સ અને પ્રોડક્ટ્સને રજુ કર્યા છે. તેના કારણે ભારતીય ઇન્ટરનેટ યુઝર્સનો એક્સપીરિયન્સ સરળ બનશે. કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવાની વાત કહી છે. દેશમાં લોકપ્રિય પેમેન્ટ એપ ગુગલ પેમાં પણ બેસ્ટ સેફ્ટી ફીચર્સ આપવાની વાત કંપનીએ કહી છે.

 

Googleની ભારતીય યુઝર્સને ખાસ ભેટઃ જાણો શું કર્યા બદલાવ? hum dekhenge news

આ ઉપરાંત કંપની ફાઇલ્સ એપને સરકારના ડિજિલોકર સાથે જોડશે. ગુગલના સીઇઓ સુંદર પિચાઇ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ પણ આ ઇવેન્ટમાં હાજર હતા. સુંદર પિચાઇએ કહ્યુ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે લગભગ તમામ સેક્ટરને ટચ કર્યુ છે.

તેમણે આગળ જણાવ્યુ કે એઆઇ સર્વિસને ગુગલના મિશન પર યુઝ કરવાને લઇને અમે ખુબ જ ઉત્સાહિત છીએ. AIની મદદથી ઓફર કરનારી ભાષાઓનો સ્કેલ અપ કરવામાં આવશે. હવે પાવરફુલ AI મોડલ પર કામ કરવામાં આવી રહ્યુ છે. તે 1000 ભાષાઓને સપોર્ટ કરે છે. ગુગલ સર્ચ પર AIની મદદથી મલ્ટી મોડલ વ્યુ મળશે.

Googleની ભારતીય યુઝર્સને ખાસ ભેટઃ જાણો શું કર્યા બદલાવ? hum dekhenge news

કંપનીએ નવા ફીચર્સ અંગે પણ જણાવ્યુ. ગુગલમાં મલ્ટી સર્ચ ફીચરથી યુઝર્સ ઇમેજ અને ટેકસ્ટને એક સાથે સર્ચ કરી શકે છે. કંપની આવનારા સમયમાં વધુ લેંગવેજ લોન્ચ કરશે. આવતા વર્ષે હિંદીથી તેની શરૂઆત થશે. આ ફીચર હાલમાં ભારતમાં માત્ર ઇંગ્લિશ માટે ઉપલબ્ધ છે.

કંપનીએ ભારત-ફર્સ્ટ ફીચરને બતાવ્યુ જેમાં સર્ચ રિઝલ્ટ પેજને બે લેંગ્વેજમાં પણ બતાવવામાં આવશે. કંપનીએ ઇ-ગવર્નન્સ ડિવિઝન સાથે પાર્ટનરશિપ પણ કરી છે. તેના યુઝર્સ વેરિફાઇડ ડિઝિટલ ડોક્યુમેન્ટને ફાઇલ્સ બાય ગુગલ એપમાં એક્સેસ કરી શકે છે. આ માટે Digilockerને ઇંટીગ્રેટ કરાયુ છે. કંપનીએ જણાવ્યુ કે યુઝર્સે તેને એક્સેસ કરવા માટે યુનિક લોક સ્ક્રીનની જરૂર પડશે. ફાઇલ્સ એપ સરકારી ડોક્યુમેન્ટ્સને આઇડેન્ટિફઆઇ કરીને તેને સિંગલ ફોલ્ડરમાં ઓર્ગેનાઇઝ કરી શકે છે.

આ પણ વાંચોઃ ‘અમને તમારા પર ગર્વ છે..’ વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા

Back to top button