ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગૂગલની GEMINI યુગમાં એન્ટ્રી, સર્ચ કરવાની રીતમાં ધરમૂળથી આવશે ફેરફાર

  • ગૂગલના સીઈઓ પિચાઈએ Google I/O ઇવેન્ટમાં AI આધારિત ફિચર્સ રજુ કર્યા
  • ફિચર્સમાં આસ્ક ફોટો, જેમીની 1.5 ફ્લેશ, પ્રોજેક્ટ એસ્ટ્રા, જેમીની એઆઈ સાઈડ પેનલનો સમાવેશ
  • એડવાન્સ જેમીની પ્લેટફોર્મ પર છેલ્લા ત્રણ મહિનામાં 10 લાખથી વધારે લોકોએ કર્યું સાઈન અપ

નવી દિલ્હી, 15 મે: ગૂગલ ઈવેન્ટમાં ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ ગુગલ જેમિની એઆઈ મોડલને લઈને એક પ્લાન જાહેર કર્યો છે. ગૂગલ સીઈઓ પિચાઈએ Google I/O ઇવેન્ટમાં નવા જેમીની એઆઈ સંચાલિત ફિચર્સની રજુઆત કરી છે, જેમાં Google સર્ચ અને Google ફોટો માટે સર્ચ ઓવરવ્યુ અને આસ્ક ફોટો, જેમીની 1.5 ફ્લેશ, પ્રોજેક્ટ એસ્ટ્રા, જેમીની એઆઈ સાઈડ પેનલનો સમાવેશ થાય છે. એવું કહેવાય રહ્યું છે કે ગૂગલનું ભવિષ્ય જેમીની હશે અને ટુંક સમયમાં જ સર્ચ કરવાની રીતમાં પણ મોટો ફેરફાર જોવા મળશે.

ગુગલ હવે જેમીની યુગમાં

AI હાલમાં ટેક ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાનો વિષય બની ગયું છે. દરેક કંપની આ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હવે જાયન્ટ ટેક કંપની ગૂગલ પણ તેના AI મોડલ ગૂગલ જેમિની દ્વારા AI પર મોટો દાવ લગાવવા જઈ રહી છે. ગૂગલ ઈવેન્ટમાં, સીઈઓ સુંદર પિચાઈએ ગૂગલ જેમિની એઆઈ મોડલ અંગે વિગતવાર યોજનાની રજૂઆત કરી. તેમણે ભાર દઈને જણાવ્યું હતું કે કંપની એક દાયકા કરતાં વધુ સમયથી AI માં રોકાણ કરી રહી છે. અમે રિસર્ચ,  ઉત્પાદન અને માળખાના દરેક સ્તરે નવીનતા માટે કામ કરી રહ્યા છીએ. ગૂગલ સંપૂર્ણપણે જેમિની યુગમાં પ્રવેશી ચૂક્યુ છે.

ફ્લેગશિપ કોન્ફરસમાં સુંદર પિચાઈની વાત

અમેરિકામાં યોજાનારી કંપનીની ફ્લૈગશિપ કોન્ફરન્સ ‘I/O’માં પિચાઈએ કહ્યું કે, ‘જેમિનીમાં  ઘણી બધી ખાસિયતો છે અને તેના સર્ચ, ફોટો,વર્કસ્પેસ અનેએન્ડ્રોઇડ વગેરે સામેલ છે. હવે અમે AI પ્લેટફોર્મની તરફ શિફ્ટ થવાના શરુઆતના સ્ટેજમાં છે. અમે તેમાં ક્રિએટર, ડેવલપર, સ્ટાર્ટઅપ અને દરેક પ્રકારના સારી તકો જોઈ રહ્યા છે. એડવાન્સ જેમીની પ્લેટફોર્મ પર છેલ્લા ત્રણ મહિનામાં 10 લાખથી વધારે લોકો સાઈન અપ કરી ચૂક્યા છે. જેમીની 1.5 પ્રોને લોન્ગ ટેક્સ્ટમ બનાવવામાં મોટી સફળતા મળી છે. ગૂગલ જેમીનીનો ઉપયોગ લોકો સરળતાથી મોબાઈલ પર પણ કરી શકે છે. જેના માટે એપલ સ્ટોર અને ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે’ gemini

ગૂગલ જેમીનીમાં સૌથી વધારે ફેરફાર સર્ચ કરવાની રીત પર થવાનો છે.  આ ઉપરાંત પિચાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આવતા સપ્તાહે અમેરિકામાં બધા માટે એક નવી જ રીતે નવા એક નવા અનુભવથી, AI ઓવરવ્યુ લોન્ચ કરવાનું શરુ કરશે અને તેને ઝડપથી અન્ય દેશોમાં પણ લાવવામાં આવશે.

આ પણ વાંચો: Google Chrome ના ડેટા ચોરી થાય એ પહેલા જાણી લો કેટલાક સિક્યોરિટી સ્ટેપ્સ

Back to top button