દેશના 10 શહેરોમાં Google સ્ટ્રીટ વ્યુ ફીચર શરૂ, ગુજરાતના આ શહેરને પણ પસંદગી
Google ભારતમાં પણ ગુગલ સ્ટ્રીટ વ્યૂ ફીચર લોન્ચ કરી દીધું છે. લોકો હવે ઘરે બેઠા જ પોતાના નક્કી કરેલા અથવા જોવા માગતા લેન્ડમાર્ક કે કોઈપણ રેસ્ટોરન્ટ અથવા સ્થળનો અનુભવ કરી શકશે. ગૂગલ મેપ હવે લોકલ ટ્રાફિક પોલીસની મદદથી સ્પીડ લિમિટ, કોઈ રોડ બંધ હોય અથવા ત્યાં ચાલી રહેલી કામગીરી વગેરે દર્શાવવામાં પણ મદદ કરશે આ સુવિધા અમેરિકામાં 15 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. ગૂગલે એડવાન્સ મેપિંગ સોલ્યૂશન કંપની જેનેસિસ ઈન્ટરનેશનલ અને ડિજિટલ ટ્રાન્સફર્મેશન કન્સલ્ટીંગ અને બિઝનેસ રિએન્જિનિયરિંગ સર્વિસ તથા સોલ્યુશન ક્ષેત્રની અગ્રણી કંપની ટેક મહિન્દ્રા સાથે ભાગીદારી કરશે.
આ સુવિધા પ્રારંભિક ધોરણે વડોદરા સહિતના 10 શહેરો માટે ઉપલબ્ધ હશે. સૌપ્રથમ આ સુવિધા બેંગ્લુરુને મળશે. પ્રારંભમાં 1,50,000 કિલોમીટરના રસ્તાઓને આવરી લેવાશે. કંપનીએ આ વર્ષના અંત સુધીમાં આ સુવિધાને 50 શહેરોમાં વિસ્તરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઉપરાંત, પહેલના ભાગરૂપે, ટેક મહિન્દ્રા ભીડવાળા સ્થળો માટે કેમેરાથી સજ્જ એક SUV તૈનાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 2016માં આ ફીચરના રોલઆઉટને એમ કહીને નકારી કાઢયું હતું કે તેનાથી દેશના સુરક્ષા હિતોને નુકસાન થશે. પણ હાલમાં સરકાર દ્વાર વિવિધ પરિસ્થિતિઓને સુરક્ષામાં ચેન્જ કરીને તેમાં બદલાવ કરી લોન્ચ કરવામાં આવ્યું છે. ટેક મહિન્દ્રા કેમેરાયુક્ત એસયુવી દરેક શહેરમાં મુકશે. આ વાહન ભીડભાડવાળા સ્થળે મુકવામાં આવશે તેના દ્વારા તમે શહેરમાં ગયા વગર કરી શકશો.
હાલમાં આ 10 શહેરોમાં જ સુવિધા ઉપલબ્ધ થશે
આલ્ફાબેટના ગુગલ, ટેક મહિન્દ્રા અને જિનેસિસ સાથે ભાગીદારીમાં ભારતના 10 શહેરોમાં તેની સ્ટ્રીટ વ્યૂ સેવા શરૂ કરી છે. Google નકશા પર સ્ટ્રીટ વ્યૂ કાર્યક્ષમતા બેંગલુરુ ચેન્નાઈ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, પુણે, નાસિક, વડોદરા અહેમદનગર અને અમૃતસરમાં 1,50,000 સ્થળે મુકવામાં આવશે. આ સુવિધાથી જે તે કિલોમીટરના રસ્તાઓને આવરી લે છે. ટેક જાયન્ટ વર્ષના અંત સુધીમા ભારતના 50 શહેરોમાં આ સુવિધા લાવી રહી છે.
Googleનું નવું સ્ટ્રીટ વ્યૂફીચર આ રીતે કામ કરશે
Google મેપ એપ ઓપન કરી તમે જે શહેરને પસંદ કરી તેના રસ્તાને ઝુમ કરી તથા તે વિસ્તારને ટેબ કરી સ્ટ્રીટ વ્યુ સુધી તમે જેની મુલાકાત લેવા માગો છો ત્યાં પહોંચી શકાય છે. તે લોકલ કાફે કલ્ચર હોટસ્પોટ અથવા લોકલ નેબરહુડ દર્શાવશે. ગૂગલ અર્થ એન્જિનની મદદથી તે તાપમાનનો ડેટા પણ રજુ કરવામાં આવશે. Google પોતાના કોઈ સ્ટ્રીટ વ્યૂ વાહનનો ઉપયોગ કરશે નહીં, પણ મહિન્દ્રા સ્કોર્પિયોને આ માટે કામે લગાડાશે. આ ફીચર લોકોને દેશ અને દુનિયાના વ્યુ ચોક્કસરીતે પૂરા પાડશે