Google Pixel 9aની લોન્ચ તારીખ અને ફીચર્સ બહાર આવ્યા, ટૂંક સમયમાં દેશે દસ્તક
- ચાહકો સસ્તા Google Pixel 9a સ્માર્ટફોનના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
નવી દિલ્હી, 5 ઓકટોબર: Google દ્વારા તાજેતરમાં ભારત સહિત વૈશ્વિક બજારમાં Pixel 9 સિરીઝ રજૂ કરવામાં આવી હતી. આ સિરીઝમાં, કંપનીએ ચાર ફ્લેગશિપ લેવલના સ્માર્ટફોન બજારમાં રજૂ કર્યા હતા. હવે ચાહકો સસ્તા Google Pixel 9a સ્માર્ટફોનના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. Pixel 9aને લગતી લીક્સ ઘણા સમયથી બહાર આવી રહી છે. હવે તેની લોન્ચિંગ તારીખને લઈને એક મોટું અપડેટ બહાર આવ્યું છે.
ગૂગલનો આ સ્માર્ટફોન iPhone SE4ને સીધી ટક્કર આપશે
Google Pixel 9a સ્માર્ટફોનમાં ઘણા ફીચર્સ Pixel 9 સિરીઝ જેવા જ હશે, તેમ છતાં કંપની તેને સસ્તી કિંમતે લોન્ચ કરી શકે છે. જેમાં તમને પાવરફુલ પ્રોસેસર સાથે ટોપ નોચ કેમેરા સેટઅપ મળશે. ગૂગલનો આ પ્રીમિયમ સ્માર્ટફોન એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE4ને સીધી ટક્કર આપશે. બંને સ્માર્ટફોન મિડ-રેન્જ ફ્લેગશિપ સેગમેન્ટમાં લોન્ચ થઈ શકે છે.
Google Pixel 9a ટૂંક સમયમાં થશે લોન્ચ
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ગૂગલ આવતા વર્ષે માર્ચ મહિના સુધીમાં Google Pixel 9a લોન્ચ કરી શકે છે. સામાન્ય રીતે, Google મે મહિનામાં યોજાયેલી તેની Google I/O ઇવેન્ટમાં નવા સ્માર્ટફોન લોન્ચ કરે છે, પરંતુ હવે એવું લાગે છે કે, તે આ ઇવેન્ટ પહેલા પણ Pixel 9a સિરીઝ લોન્ચ કરી શકે છે. લીક થયેલા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, કંપની આગામી ગૂગલ ફોનને માર્ચના અંત સુધીમાં વેચાણ માટે પણ ઉપલબ્ધ કરાવી શકે છે.
Google Pixel 9a ચાર રંગ વિકલ્પો સાથે બજારમાં ઓફર કરી શકાય છે. તેમાં Porcelain, Obsidian, Peony અને Iris કલર ઓપ્શન હશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, Google Pixel 9a પછી કંપની આ જ ટાઈમલાઇનને અનુસરીને Google Pixel 10a પણ લોન્ચ કરશે. Google Pixel 9aને Android 16 સાથે લોન્ચ કરી શકાય છે. Google Pixel સ્માર્ટફોન તેમની શ્રેષ્ઠ ડિઝાઇન અને શક્તિશાળી સુવિધાઓ માટે જાણીતા છે. જો તમે Google Pixel સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ માહિતી મહત્ત્વપૂર્ણ છે.
આ પણ જૂઓ: ગૂગલે કરોડો ભારતીયોને ગીફ્ટ આપી, આ 5 મોટી જાહેરાતો કરી