G-Pay યુઝર્સે આ એપનો ઉપયોગ કરતાં પહેલાં આટલી સાવધાની રાખવી પડશે, નહીંતર…
કેલિફોર્નિયા, અમેરિકા (22 નવેમ્બર): Google Pay Appએ યુઝર્સને UPI પેમેન્ટની લેવડદેવડ કરતી વખતે સ્ક્રીન શેરિંગ ઍપનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી છે. સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન એ યુઝર્સના ડિવાઈસને સરળતાથી એક્સેસ કરી શકે છે. જેના પરિણામે નાણાકીય વ્યવહારો વિશે થર્ડ પાર્ટી વિગતો મેળવી શકે છે. આ અંગે ચેતવણી આપતાં ગૂગલે કહ્યું છે કે, રીયલ ટાઈમમાં શંકાસ્પદ લેવડદેવને શોધી કાઢવા Googleની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફ્રોડ પ્રિવેન્શન ટેક્નિકનો ઉપયોગ કરી રહી છે. અમે યુઝર્સને સુરક્ષિત રાખવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. ત્યારે યુઝર્સ સાથે છેતરપિંડીનો શિકાર ન બને તેની સાવચેતી રાખવી જરૂરી છે.
Googleએ છેતરપિંડીથી બચવા માટે Google Payનો ઉપયોગ કરતી વખતે બધી સ્ક્રીન શેરિંગ ઍપ બંધ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત જ્યારે તમે કોઈ પણ ઓનલાઈન ટ્રાન્સઝેક્શન કરી રહ્યા છો ત્યારે આ એપનો યુઝ કરવા બાબતે ચેતવણી પણ આપી છે.
Screen Sharing Apps શું છે?
Screen Sharing App એવી એપ છે જે અન્ય લોકોને તમારા ડિવાઈસની સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે તે જોવાની મંજૂરી આપે છે, પછી ભલે તમે ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યૂટરનો ઉપયોગ કરી રહ્યા હોવ. આ એપ્સનો ઉપયોગ મૂળ રૂપે ફોન પર રિમોટલી સમસ્યાઓને ઠીક કરવા માટે કરવામાં આવ્યો હતો. આ એપ યુઝર્સના ફોન કે અન્ય ડિવાઈસની સંપૂર્ણ ઍક્સેસ અને નિયંત્રણની મંજૂરી આપે છે. સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન્સમાં સ્ક્રીન શેર, AnyDesk અને TeamViewerનો સૌથી વધુ ઉપયોગ થાય છે.
Google Payનો ઉપયોગ કરતી વખતે સ્ક્રીન શેરિંગ ઍપનો ઉપયોગ કેમ ન કરવું?
- સ્ક્રીન શેરિંગ ઍપ્લિકેશન્સનો ઉપયોગ કરીને સ્કેમર્સ તમારા ડિવાઈસ પર નિયંત્રણ મેળવી શકે છે. તમારો પર્સનલ ડેટા સ્કેમર્સ પાસે પહોંચી શકે છે. તમારા ખાતામાંથી પૈસા ઉપાડવા અથવા અન્ય છેતરપિંડી કરવા માટે કરી શકે છે.
- તમારી ગોપનીયતાનું ઉલ્લંઘન થઈ શકે છે. સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ તમારી સ્ક્રીન પર જે કંઈ પણ ચાલે છે તે જોઈ શકે છે. તેમજ તમારી બેન્ક એકાઉન્ટની માહિતી, પાસવર્ડ અને અંગત બાબતો પણ તેમાં સામેલ હોય શકે છે.
- કેટલીક સ્ક્રીન શેરિંગ એપ્લિકેશનો વાયરસ અથવા માલવેરથી સંક્રમિત થઈ શકે છે. આ એપ્સનો ઉપયોગ કરવાથી તમારા ડિવાઈસને નુકસાન થઈ શકે છે.
આનાથી બચવા શું કરવું જોઈએ?
- યુઝર્સે Google Payનો ઉપયોગ કરતી વખતે સ્ક્રીન શેરિંગ ઍપને બંધ કરવી.
- ફોનને અપડેટ રાખવો જોઈએ.
- Google Pay એકાઉન્ટ માટે ઓછામાં ઓછા 12 અક્ષર લાંબો અને તેમાં અક્ષરો, સંખ્યાઓ હોય તેવા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો.
- ટુ-ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત રાખો
ભારતમાં માર્કેટ શેરની દ્રષ્ટિએ જી-પે ઍપ ટોચની 5 સૌથી વધુ ઉપયોગમાં લેવાતી UPI ઍપ્સમાંની એક છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવચેતી રાખવી મહત્વપૂર્ણ છે. આમાંથી એક સ્ક્રીન શેરિંગ એપ્સને બંધ રાખવાની છે. આમ કરવાથી તમે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો અને છેતરપિંડીનો શિકાર બનવાથી બચી શકો છો.
આ પણ વાંચો: વર્ષના અંત પહેલા કરી લો આ કામ નહીં તો તમારૂ UPI ID થઈ જશે બંધ !