ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાવધાન: 1 એપ્રિલથી આવા લોકો મોબાઈલમાંથી પૈસા ટ્રાંસફર કરી શકશે નહીં, જાણી લો આ નવો નિયમ

Text To Speech

નવી દિલ્હી, 20 માર્ચ 2025: Google Pay, PhonePe, Paytm દ્વારા UPI કરનારા લોકો માટે 1 એપ્રિલથી નિયમ બદલાઈ જશે. તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈંડિયાએ યૂપીઆઈથી લિંક એ મોબાઈલ નંબરને બેન્ક અકાઉન્ટમાંથી હટાવાનો નિર્દેશ આપ્યો છે, જે લાંબા સમયથી એક્ટિવ નથી. જો આપ પણ બેન્ક અકાઉન્ટ કોઈ એવા મોબાઈલ નંબરથી લિંક છે, જે એક્ટિવ નથી, તો તેને હટાવી દેવા જોઈએ. ત્યાર બાદ આપને યૂપીઆઈ પેમેન્ટ કરવામાં તકલીફ આવી શકે છે.

આ કારણે લેવાયો આ નિર્ણય

NPCIએ આ નિર્ણય દરરોજ થઈ રહેલા સાઈબર ફ્રોડના કેસને જોતા લીધો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશનનું કહેવું છે કે, જે મોબાઈલ નંબરનો હવે કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો અથવા એક્ટિવ નથી, તે બેન્કીંગ અને યૂપીઆઈ સિસ્ટમમાં ટેકનિકલી સમસ્યા ઊભી કરે છે. જો ટેલીકોમ ઓપરેટર્સ આ નંબરોને કોઈ અન્યના નામ પર જાહેર કરે છે, તો તેનાથી છેતરપીંડીનો ખતરો વધી શકે છે. સરકારનું કામ લોકોને સુરક્ષિત અને છેતરપીંડીથી બચાવવાનો છે.

યૂપીઆઈ પેમેન્ટ કરવા માટે મોબાઈલ નંબરનું બેન્ક અકાઉન્ટ સાથે લિંક હોવું ખૂબ જ જરુરી છે. યૂપીઆઈ પેમેન્ટ કરતી વખતે મોબાઈલ નંબર ઓળખનું માધ્યમ હોય છે. તેનો મતલબ એ છે કે, જ્યારે પણ આપ કોઈ પેમેન્ટ કરો છો તો મોબાઈલ નંબર એ ખાતરી કરે છે, પૈસા યોગ્ય વ્યક્તિને મળી રહ્યા છે કે નહીં. જો કોઈ નંબર એક્ટિવ નથી અને કોઈ અન્યને ફાળવી દેવામાં આવ્યો છે, તો આવા પેમેન્ટ ફેલ થવાની સંભાવના રહે છે અથવા તો અન્ય વ્યક્તિના અકાઉન્ટમાં પહોંચી જવાની સંભાવના રહે છે.

શું કરવું જોઈએ?

જો આપના કોઈ બેન્ક અકાઉન્ટમાં એવા મોબાઈલ નંબર લિંક કર્યા છે, જે હવે એક્ટિવ નથી અથવા તમે લાંબા સમયથી તેમાં રિચાર્જ નથી કરાવ્યા તો આપ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (Jio, Airtel, Vi, BSNL) પાસે કંફર્મ કરાવવું જોઈએ કે આ નંબર આપના નામ પર એક્ટિવ છે કે નહીં. જો નંબર એક્ટિવ નથી તો તમારે તેને તરત એક્ટિવ કરાવવો જોઈએ અથવા બેન્ક અકાઉન્ટનો મોબાઈલ નંબર બદલી દેવો જોઈએ.

આ પણ વાંચો: પાણીપુરી વેચતા યુવાને જૂનામાંથી મોબાઈલ ખરીદ્યો, ખિસ્સામાં રાખતા બ્લાસ્ટ થયો, અંડકોષ ફાટી ગયા

Back to top button