ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ગૂગલ મેપે પોલીસ પણ ગેરમાર્ગે દોરાઈ: દરોડા પાડવા નીકળેલી પોલીસ બીજા રાજ્યમાં પહોંચી, ગુંડા સમજી લોકોએ બંધક બનાવી દીધા

Text To Speech

ગુવાહાટી: આસામ પોલીસની 16 સભ્યોની એક ટીમ દરોડા પાડવા ગઈ ત્યારે ગૂગલ મેપ્સની મદદથી અજાણતા નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી. જે બાદ સ્થાનિક લોકોએ પોલીસકર્મીઓને ગુનેગાર સમજીને તેમના હુમલો કરી દીધો અને તેમને આખી રાત બંધક બનાવીને રાખ્યા હતા. પોલીસના એક અધિકારી બુધવારે આ જાણકારી આપી છે.

ગુનેગારની શોધમાં નાગાલેન્ડ સરહદે પહોંચી ગઈ પોલીસની ટીમ

આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવાર રાતે તે સમયે થઈ જ્યારે જોરહાટ જિલ્લા પોલીસની એક ટીમ એક આરોપીને પકડવા માટે દરોડા પાડી રહી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે ચાના બગીચાવાળો વિસ્તાર હતો, જેને ગૂગલ મે પર આસામ બતાવ્યું હતું. જો કે, વાસ્તવમાં તે નાગાલેન્ડની અંદર હતુ. GPS પર ભ્રમ અને ભ્રામક માર્ગદર્શનના કારણે ગુનેગારની તલાશીમાં ટીમ નાગાલેન્ડ સરહદે પહોંચી ગઈ. તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકોએ આસામ પોલીસની ટીમના કર્મીઓને અત્યાધુનિક હથિયાર લઈને આવેલા ગુંડા સમજ્યા અને તેમની ધરપકડ કરી લીધી.

સાદા કપડામાં આવેલી પોલીસ પર ગામલોકોએ હુમલો કર્યો

પોલીસ અધિકારીએ કહ્યું કે, પોલીસ ટીમના 16 કર્મીઓમાંથી ફક્ત ત્રણ વરદીમાં હતા અને બાકીના સાદા કપડામાં હતા. તેનાથી સ્થાનિક લોકોમાં ભ્રમની સ્થિતિ ઊભી થઈ. તેમણે ટીમ પર હુમલો કર્યો અને અમારો એક કર્મચારી પણ ઘાયલ થઈ ગયો.

નાગાલેન્ડમાં પ્રતિકૂળની સ્થિતિની સૂચના મળતા જોરહાટ પોલીસે તરત મોકોકચુંગ પોલીસ અધીક્ષક સાથે સંપર્ક કર્યો, જેમણે આસામ પોલીસ કર્મચારીઓને બચાવવા માટે એક ટીમ ઘટનાસ્થળે મોકલી. સ્થાનિક લોકોને ત્યારે અનુભવ થયો, જ્યારે તે આસામથી આવેલી અસલી પોલીસ ટીમ હતી અને તેમણે ઘાયલ વ્યક્તિ સહિત પાંચ સભ્યોને છોડી દીધા. જો કે, તેમણે બાકીના 11 લોકોને આખી રાખ બંધક બનાવીને રાખ્યા.સવારે તેમને છુટા કરી દેવામાં આવ્યા અને બાદમાં તેઓ જોરહાટ પહોંચ્યા.

આ પણ વાંચો : વિચિત્ર કિસ્સો: ન પ્રેગ્નેન્ટ થઈ, ન બાળક આવ્યું છતાં આ મહિલાને દૂધ નીકળવા લાગ્યું

Back to top button