Google Mapએ વધુ એકવાર બતાવ્યો ખોટો રસ્તો, કાર પુલ પરથી નદીમાં ખાબકી, 3ના મૃત્યુ
બરેલી, 24 નવેમ્બર : ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મોટી દુર્ઘટના બની હતી, જ્યાં એક કાર અચાનક જ નિર્માણાધીન પુલ પરથી રામગંગા નદીમાં પડી હતી, જેમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતા જ બરેલીના ફરીદપુર પોલીસ સ્ટેશન અને બદાઉનના દાતાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જેસીબીની મદદથી કારને નદીમાંથી બહાર કાઢી હતી.
કારમાં સવાર ત્રણેય લોકોના મોત બાદ ચકચાર મચી ગઈ હતી. પોલીસે ત્રણેયના મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કેસની તપાસ શરૂ કરી છે. વાસ્તવમાં આ અકસ્માત gps navigationના કારણે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ અધૂરો છે. પૂરના કારણે બ્રિજનો આગળનો ભાગ નદીમાં વહી ગયો હતો, જેના કારણે સ્પીડમાં આવતી કાર સીધી પુલ પરથી નીચે પડી હતી.
જેસીબીની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા
હાલ ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જેસીબીની મદદથી કારમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના સમાચાર સાંભળીને આસપાસના ગ્રામજનો પણ એકઠા થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
Google Map પર ખોટી દિશા
આપણે ઘણીવાર Google Mapની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. આ અકસ્માતમાં પણ કારમાં સવાર યુવક Google Mapનો ઉપયોગ કરીને સંબંધીના લગ્નમાં જઈ રહ્યા હતા. Google Map પર ખોટો રસ્તો બતાવવાના કારણે તેમની કાર બ્રિજ પરથી પડી ગઈ હતી અને ત્રણેય લોકોના મોત થયા હતા. ત્રણેય મૃતકોની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વિવેક અને કૌશલ કુમાર બંને ભાઈઓ હતા અને તેમની સાથેનો ત્રીજો વ્યક્તિ તેમનો મિત્ર હતો. તેના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો : આ 5 શેર તમને કરોડપતિ બનાવી શકે છે, કિંમત પણ છે 10 રૂપિયાથી ઓછી
Election results: ‘ઓ સ્ત્રી! રક્ષા કરજે !’ જાણો મહિલાઓ કેવી રીતે પાર્ટીઓ માટે બની તારણહાર
ઉછીના પૈસા લઈ શેર બજારમાં કર્યું રોકાણ, આ 3 શેર ખરીદ્યા અને કિસ્મત ખુલી ગઈ…આજે છે કરોડપતિ
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં