ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

Googleએ આઇકોનિક સિંગર KKનું બનાવ્યું Doodle, 28 વર્ષ પહેલા આ ગીતથી બોલિવૂડમાં કર્યું હતું ડેબ્યૂ

  • KKનું નામ વિશ્વના શ્રેષ્ઠ ગાયકોમાં લેવામાં આવે છે, જેમણે હિન્દી અને સાઉથની ફિલ્મોમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો 

મુંબઈ, 25 ઓકટોબર: પોતાના અવાજથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવનાર આઇકોનિક સિંગર કૃષ્ણકુમાર કુન્નાથ ઉર્ફે KK ભલે આજે આ દુનિયામાં નથી, પરંતુ તેઓ પોતાના સુંદર ગીતો દ્વારા આજે પણ લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. આજના દિવસે તેમણે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગની શરૂઆત કરી હતી. આ અવસર પર ગૂગલે KKને યાદ કરીને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેમણે 26 વર્ષ સુધી હિન્દી સિનેમામાં પોતાના ગીતોથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા. ગૂગલ દ્વારા KKના સન્માનમાં બનાવવામાં આવેલું Doodle વાયરલ થઈ રહ્યું છે.

KKએ 90ના દાયકામાં ગીતોને અવાજ આપવાનું શરૂ કર્યું હતું. પહેલા તે જિંગલ્સ ગાતો હતો અને પછી તેમણે સાઉથની ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું. કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેમણે કુલ 35 હજાર જિંગલ્સ ગાયા. આ પછી, તેમણે 1996માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને પ્રથમ ગીતથી જ તે દર્શકોના દિલમાં વસી ગયા. KKએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યાને આજે 28 વર્ષ થઈ ગયા છે અને ગૂગલે આ ખાસ પળની ઉજવણી કરી છે.

Google
@Google Doodle

ગૂગલે ગાયક KKનું સન્માન કર્યું

Google ડૂડલ મારફતે વિશ્વના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપે છે. 25 ઓક્ટોબરના રોજ, ગૂગલે ડૂડલ ગ્રાફિક દ્વારા KKએ 28 વર્ષ પહેલા કરેલા ડેબ્યૂની ઉજવણી કરી છે. એનિમેટેડ ડૂડલમાં KK હાથમાં માઈક લઈને ઊભેલા અને ગાતા બતાવવામાં આવ્યા છે. આ એનિમેટેડ ડૂડલની સાથે ગૂગલે લખ્યું છે કે, “આ ડૂડલ કૃષ્ણકુમાર કુન્નાથની ઉજવણી કરે છે, જેને KK તરીકે પણ ઓળખવામાં આવે છે, જેઓ સફળ પ્લેબેક સિંગર હતા.”

ગૂગલે આગળ લખ્યું કે, “તેઓ તેમની પ્રતિભા માટે જાણીતા છે. હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, બંગાળી, આસામી અને ગુજરાતી સહિત ઘણી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કરવા માટે તેમને વ્યાપકપણે યાદ કરવામાં આવે છે.”

27 વર્ષ પહેલા આ ગીતથી કર્યું હતું ડેબ્યૂ 

KKએ વર્ષો સુધી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો જાદુ ફેલાવ્યા પછી, વર્ષ 1996માં ગુલઝારની ફિલ્મ માચીસથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ગાયકે “છોડ આયે હમ” ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હોવા છતાં, KKને સફળ બનાવવાનો શ્રેય ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ“ના ગીત “તડપ તડપ“ને જાય છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મના સુપરહિટ ગીતે KKને બોલિવૂડમાં લોકપ્રિય બનાવ્યા હતા.

આ પણ જૂઓ: અમિતાભ અને અભિષેક બચ્ચને મુંબઈમાં ખરીદ્યા 10 ફ્લેટ, જાણો કેટલી છે કિંમત

Back to top button