ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Google રાખે છે તમારા પર સતત નજર : તરત બદલો મોબાઇલ ફોનનાં આ સેટિંગ્સ

Google Maps એ વિશ્વની સૌથી લોકપ્રિય નેવિગેશન એપમાંની એક છે. દરરોજ લાખો લોકો દૈનિક હેતુ માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેક નવા મોબાઈલમાં ગુગલ સેટઅપ કરતી વખતે ઘણાં પ્રકારની પરમિશન માંગવામાં આવે છે અને આપણે તેને મંજૂર(Allow) કરી દઈએ છીએ, પરંતુ આ કરવાથી ગૂગલ તમારો ડેટા ભેગો કરે છે અને પળે પળ તમારી પર નજર રાખે છે, કે તમે ક્યાં જાવ છો અને તમારો તમામ રેકોર્ડ તેની પાસે રાખે છે. પરંતુ તમે અમુક સેટિંગ કરીને ગૂગલના આ રેકોર્ડને રોકી રાખો છો. હકીકતમાં લોકેશન ટ્રેકિંગ માટે ગૂગલ સ્માર્ટફોનમાં GPSનો ઉપયોગ કરે છે, તેના થકી તમે આ લોકેશન ટ્રેકિંગને બંધ કરી શકો છો, જેની રીત આ મુજબ છે.

આ પણ વાંચો : WhatsAppની પ્રાઈવસીમાં વધારો : હવે તમે કોઈ પણ એકાઉન્ટને કરી શકશો રિપોર્ટ

ગૂગલ એપમાં જઈને તરત બદલો આ સેટિંગ્સ

દરેક એન્ડ્રોઇડ ડિવાઈસમાં ગૂગલ એપ બાય ડિફોલ્ટ હોય છે, તેથી તમારે લોકેશન ડેટાના નિયંત્રમ માટે કેટલાંક સેટિંગ્સ બદલવા પડશે, તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

1. સૌથી પહેલા એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ એપ ઓપન કરો, ત્યાં જમણી બાજુ સૌથી ઉપર દેખાતા તમારી પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો

2. સ્ક્રીન પર દેખાતા મેનુમાં તમારી ઈમેલ આઈડીની નીચે Google Account પર ટેપ કરો.

3. ત્યાં તમારા નામ અને પ્રોફાઈલ ફોટો સાથે એકાઉન્ટ સાથે જોડાયેલી જાણકારી દેખાશે, તેમાં ‘Data & Privacy’ પર ટેપ કરો.

4. આ સેક્શનમાં નીચે સ્ક્રોલ કરતા ‘Location History’નામનો વિકલ્પ દેખાશે, તેના પર ટેપ કરી તેનો ઓફ કરી દો.

Google Maps Timeline - Hum Dekhenge News
ગૂગલ મેપ ટાઈમલાઈન

ગૂગલ મેપની ટાઈમલાઈન પરનો ડેટા પણ કરો ક્લિયર

તમે ક્યાં ક્યાં જાવ છો, તેની ખબર પણ ગૂગલ રાખે છે, તેથી આ ડેટાને ડિલીટ કરવો જરુરી છે, તે માટે આ સ્ટેપ્સ ફોલો કરો.

1. તમારા એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ મેપ્સ ઓપન કરો.

2. તેમાં સૌથી નીચે દેખાતા Explore & Go ઓપ્શનની બાજુમાં Savedનો વિકલ્પ દેખાશે, તેની પર ટેપ કરો.

3. નીચે સ્ક્રોલ કરતા તમને Timelineનો વિકલ્પ નજર આવશે, તેની પર ટેપ કરો.

4. અહિં તમે તમારા એક દિવસની History અથવા કોઈ પણ ટાઈમ રેંન્જને સિલેક્ટ કરી શકો છો.

5. તેમાં તમારે Remove all visitsનો વિકલ્પ પસંદ કરી, તમારો તમામ ડેટા ડિલીટ કરી શકો છો.

આ સિવાય લોકેશન ટ્રેકિંગને રોકવા માટે સૌથી જરુરી છે કે તમે તમારા ફોનની નોટિફિકેશ પેનલમાં દેખાતા લોકેશન વિકલ્પને હંમેશા માટે ઓફ રાખો. કારણ કે, ઘણી એપ્લિકેશનોને તમારા લોકેશન માટે આની જરુર પડતી રહે છે, આ સ્થિતિમાં કેટલીક વખતે લોકેશન ઓન કરી ફરી બંધ કરી દો. આ ઉપરાંત વધુ એક વસ્તુનું ધ્યાન રાખો કે તમે માત્ર એવી જ એપ્લિકેશનને મંજૂરી આપો કે જેના માટે લોકેશન ટ્રેક કરવી ખૂબ જ જરૂરી હોય.

Back to top button