Google લાવી રહ્યું છે Pixel 8 સીરીઝનો સૌથી સસ્તો ફોન, જાણો ફીચર્સ
- Google લોન્ચ કરશે Pixel 8 સીરીઝનો સૌથી સસ્તો સ્માર્ટફોન
- ગૂગલ આ સ્માર્ટફોનમાં આપી શકે છે 7 વર્ષનું સોફ્ટવેર અપડેટ
HD ન્યૂઝ ડેસ્ક, 6 મે: ગૂગલ જલ્દી જ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. કંપની આગામી થોડા દિવસોમાં Google Pixel 8 સીરીઝનો સૌથી સસ્તો ફોન લોન્ચ કરશે. લોન્ચ પહેલા જ આ સ્માર્ટફોનને લગતા ઘણા લીક્સ આવવા લાગ્યા છે. અમે Google Pixel 8a વિશે વાત કરી રહ્યા છીએ, જે Pixel 7aનું અનુગામી હશે.
આ સ્માર્ટફોન Tensor G3 પ્રોસેસર સાથે આવી શકે છે. તેમાં 120Hz રિફ્રેશ રેટવાળી સ્ક્રીન આપવામાં આવી શકે છે. આ Pixel A-સિરીઝનો પહેલો ફોન હશે, જેમાં 120Hz ના રિફ્રેશ રેટ સાથે સ્ક્રીન હશે. ચાલો જાણીએ આ ફોનના ખાસ ફીચર્સ.
Pixel 8aમાં શું હશે ખાસ?
Google Pixel 8a માં કંપની 120Hz રિફ્રેશ રેટ સ્ક્રીન, ટેન્સર G3 પ્રોસેસર અને સાત વર્ષનાં સોફ્ટવેર અપડેટ આપી શકે છે. હાલમાં જ એલન બ્લાસે આને લગતી ઘણી માહિતી શેર કરી છે. પ્રોડક્ટના સ્ક્રીનશૉટ પરથી તે સ્પષ્ટ છે કે આ સ્માર્ટફોન ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે આવશે, જેમ કે Pixel 7a માં જોવા મળ્યું હતું.
કંપનીનો દાવો છે કે આ તેની A-સિરીઝમાં અત્યાર સુધીનો સૌથી મજબૂત ફોન હશે. આ સિવાય આ સ્માર્ટફોન IP67 રેટિંગ સાથે આવશે. ફોનની ડિઝાઇન Pixel 8 સીરીઝ જેવી જ હશે. કંપની તેને બ્લુ અને ગ્રીન કલર ઓપ્શનમાં લોન્ચ કરી શકે છે.
ફોનમાં મળશે પ્રીમિયમ સુવીધાઓ
પ્રમોશનલ ઑફર હેઠળ, કંપની આ સ્માર્ટફોન સાથે 6 મહિનાનું Fitbit પ્રીમિયમ સબસ્ક્રિપ્શન આપી શકે છે. ફોન વાયરલેસ ચાર્જિંગ, 30W વાયર્ડ ચાર્જિંગ અને USB Type-C ફીચર આપી શકે છે. હેન્ડસેટ બેસ્ટ ટેક, ઓડિયો મેજિક ઈરેઝર, નાઈટ સાઈટ અને મેજિક ઈરેઝર જેવા કેમેરા મોડ સાથે આવશે.
ગૂગલે હજુ સુધી આ ફોનની લોન્ચિંગ તારીખની સત્તાવાર પુષ્ટિ કરી નથી. કંપની તેને 14 મેના રોજ લોન્ચ કરી શકે છે. Google I/O ઇવેન્ટ 14મી મેના રોજ છે. આ ઇવેન્ટમાં કંપની નવા ઉત્પાદનોની સાથે એન્ડ્રોઇડ 15 પણ લોન્ચ કરી શકે છે. આ ફોનની કિંમત વિશે કોઈ માહિતી નથી.
આ પણ વાંચો: Deepfake સામે લડવા Elon Muskની તૈયારી, X પર લાવ્યા નવું અપડેટ