ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ
Asia Cup 2022: ભારતીય હૉકી ટીમે જાપાનને 1-0થી હરાવીને હાંસલ કર્યો બ્રોન્ઝ મેડલ


એશિયા કપ ૨૦૨૨ માં ભારતનો દબદબો રહ્યો છે. જેમાં આજે રમાનારી મેચમાં ભારતની હોકી ટીમે જાપાનને ૧-૦થી હરાવીને એશિયા કપમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
એશિયા કપ 2022માં ભારતીય હૉકી ટીમનો દબદબો જોવા મળ્યો. ભારતે જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. બુધવારે જકાર્તામાં આયોજિત સ્પર્ધામાં ભારતીય ટીમે જાપાનને 1-0થી માત આપી. ભારતની તરફથી એક માત્ર ગોલ રાજકુમાર પાલે મેચના માત્ર 7 મિનિટમાં જ કરી દીધો અને ટીમને જીત અપાવી. હવે ગોલ્ડ મેડલ માટે કોરિયા અને મલેશિયા વચ્ચે રમત રમાશે.