ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચેન્નઈમાં એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા 100 કરોડનો સામાન બળીને રાખ

Text To Speech

ચેન્નઈ (તમિલનાડુ), 09 ડિસેમ્બર: ચેન્નઈમાં મનાલીના વૈકાડુ વિસ્તારમાં શનિવારે સવારે એક સાબુ પાવડરના વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે 100 કરોડ રૂપિયાના માલસામાનને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આગને કાબૂમાં લેવા માટે પાંચ ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને છેલ્લા પાંચ કલાકથી આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલી રહ્યું છે.

આગની ઘટના પછી તરત જ આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચેન્નઈના મનાલી વિસ્તારમાં એક સાબુ પાવડર સ્ટોરેજના વેરહાઉસમાં આગ લાગવાની ઘટના બાદ ચારેબાજુ અરાજકતાનો માહોલ છવાઈ ગયો હતો.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, જ્યાં આગ ફાટી નીકળી હતી તેની નજીક ઈન્ડિયન ઓઈલ કંપનીની ગેસ સિલિન્ડર ફેક્ટરી પણ આવેલી છે, જેના કારણે આગ ફેલાઈ જવાનો ભય છે. મનાલી પોલીસ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી. તમિલનાડુ ફાયર વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર પ્રિયા રવિચંદ્રન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાના પ્રયાસોનું નિરીક્ષણ કર્યું હતું. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશ: લગ્નનો માહોલ માતમમાં છવાયો, દિવાલ ધરાશાયી થતાં છ લોકો મૃત્યુ પામ્યા

Back to top button