ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત, જાણો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કયા શહેરમાં રહ્યું
- ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32.0 લઘુત્તમ તાપમાન 15.7
- હવામાન વિભાગે આગાહી કરી કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે
- ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં 15-20 કિમીના પવન પણ ફૂકાશે
ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થઇ છે. ત્યારે રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. તેમાં મહત્તમ તપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. તથા અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.2 લઘુત્તમ તાપમાન 14.6 પહોંચ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદના દાણીલીમડામાં ફ્લેટમાં લાગી આગ, બાળકનું મૃત્યુ 30 લોકોને રેસ્ક્યૂ કરાયા
રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી
રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી કે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે. તેમજ ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી નો વધારો થશે. તો મહત્તમ તાપમાનમાં પણ ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી વધારો જોવા મળશે. જેના કારણે લોકોને ગરમીનો અહેસાસ થશે. સાથે જ ઉત્તર દક્ષિણી દરિયાઈ વિસ્તારમાં 15-20 કિમીના પવન પણ ફૂકાશે.
ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32.0 લઘુત્તમ તાપમાન 15.7
ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 32.0 લઘુત્તમ તાપમાન 15.7 સાથે વડોદરામાં મહત્તમ તાપમાન 32.6 લઘુત્તમ તાપમાન 13.6, અમરેલીમાં મહત્તમ તાપમાન 34.3 લઘુત્તમ તાપમાન 13.1 તથા રાજકોટમાં મહત્તમ તાપમાન 33.9 લઘુત્તમ તાપમાન 13.0 અને અમરેલીમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી નોંધાયુ છે. નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 11.7 ડિગ્રી નોંધાયુ છે. પવનનોની દિશા બદલતા હજુ પણ તાપમાનમાં વધારો થશે. તેમજ બે દિવસ બાદથી ગરમી શરૂ થઇ જશે.