નવા વર્ષની સારી શરૂઆતઃ 2024માં શનિ દેવ બદલશે આ રાશિઓની કિસ્મત


- 2024ની શરૂઆતમાં શનિ દેવ ઉલ્ટી ચાલમાં ગોચર કરશે. શનિની વક્રી ચાલમાં વર્ષની શરૂઆતથી કેટલીક રાશિઓને ફાયદો મળી શકે છે.
થોડા દિવસોમાં નવા વર્ષની શરૂઆત થઈ જશે. ગ્રહોની ચાલના અનુમાનથી દરેક રાશિ માટે નવા વર્ષની શરુઆત કેવી રહેશે તેનુ આકલન કરવામાં આવે છે. 2024ની શરૂઆતમાં શનિ દેવ ઉલ્ટી ચાલમાં ગોચર કરશે. શનિની વક્રી ચાલમાં વર્ષની શરૂઆતથી કેટલીક રાશિઓને ફાયદો મળી શકે છે. જાણો કઈ રાશિ માટે શનિ દેવની વક્રી ચાલ ફાયદાકારક રહેશે.
વૃષભ રાશિ
શનિની ઉલ્ટી ચાલમાં 2024ની શરૂઆત થવી તે શુભ માનવામાં આવે છે. તમારે તમને તમારા ભાગ્યનો ભરપુર સાથ મળશે. સફળતા મેળવવા માટે વધારે પ્રયાસ નહીં કરવા પડે. સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળશે. માતાના આરોગ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.
કુંભ રાશિ
શનિ પોતાની જ કુંભ રાશિમાં વિરાજમાન રહીને વક્રી ચાલ ચાલશે. કુંભ રાશિના લોકો માટે 2024 સારી શરૂઆત માનવામાં આવે છે. કોઈ નવી તક મળી શકે છે. જેના કારણે ધન આગમન થવાની શક્યતાઓ છે. તમારા કાર્યક્ષેત્રમાં તમને દોસ્તોનો ભરપુર સપોર્ટ મળશે. જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓને જીવનસાથીના સપોર્ટથી ઉકેલી શકાશે.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે શનિની વક્રી ચાલ શુભ સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમે કોન્ફિડન્સથી ભરપુર રહેશો અને દરેક કામ મહેનત સાથે કરશો. કરિયરમાં તમારે થોડી તકલીફોનો સામનો કરવો પડી શકે છે, જે વધુ દિવસ નહીં ચાલે. યાત્રા પર જવાની પણ શક્યતા દેખાઈ રહી છે. આર્થિક સ્થિતિ સ્ટ્રોંગ અને સ્ટેબર બનશે.
આ પણ વાંચોઃ એનિમલ ફિલ્મે USAમાં તોડ્યો બાહુબલી-2નો રેકોર્ડઃ જાણો OTT રીલીઝ વિશે