ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

ગુડ ન્યૂઝ! TCSમાં ત્રણ મહિનામાં 5000 કરતાં વધુ ભરતી થઈ

Text To Speech

મુંબઈ, 11 જુલાઈ, 2024: IT સર્વિસિસમાં વિશ્વ સ્તરે નામના ધરાવતી ભારતની સૌથી મોટી IT સર્વિસિસ કંપની, Tata Consultancy Services (TCS ) એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં તેના કુલ સ્ટાફમાં 5,452 કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવી હોવાની જાહેરાત કરી છે. નોંધપાત્ર છે કે, SBIએ હજુ આજે જ તેનો અહેવાલ જારી કર્યો હતો અને તેમાં જણાવ્યું છે કે, ભારતમાં છેલ્લા દસ વર્ષમાં 12.5 કરોડ રોજગારીનું સર્જન થયું છે. (અહીં વાંચો એ અહેવાલઃ ભારતમાં દસ વર્ષમાં 12.5 કરોડ રોજગારીનું સર્જન થયું, જુઓ શું કહે છે SBI રિપોર્ટ?)

કંપનીએ કહ્યું કે, અગાઉના ત્રણ ક્વાર્ટરમાં જે નેગેટિવ હેડકાઉન્ટ હતો તેનાથી હવે બિલકુલ હકારાત્મક સ્થિતિ થઈ છે. આમે FY25 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે TCSમાં કુલ કર્મચારીઓની સંખ્યા 606,998  થઈ હોવાનું TCSના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

વૈશ્વિક સ્તરે એક્સેન્ચર પછી કર્મચારીઓની સંખ્યા વધારાની જાહેરાત કરનારી TCS બીજી કંપની બની છે. NYSE માં લિસ્ટિંગ થયેલી કન્સલ્ટિંગ અને IT સર્વિસિસ ફર્મના કર્મચારીઓ FY24 ના ત્રીજા ત્રિમાસિક ગાળાના અંતે 7,882 વધ્યા હતા. આમ તેના કુલ કર્મચારીઓની સંખ્યા 750,200ના સ્તરે પહોંચી હતી. કંપનીએ તેનું એટ્રિશન અગાઉના 13 ટકાથી વધીને 14 ટકા થયું છે.

નાણાકીય વર્ષ 2023-24 માટે, TCS એ નાણાકીય વર્ષ 23 ની સરખામણીમાં કુલ 13,249 નો ઘટાડો નોંધાવ્યો હતો. કંપનીના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર મિલિંદ લક્કડે FY25 માટે કેમ્પસમાંથી 40,000 ફ્રેશર્સને હાયર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપની ચાલુ નાણાકીય વર્ષ માટે તેના કેમ્પસ હાયરિંગ ટાર્ગેટ વધારશે કે કેમ તે જોવાનું રહ્યું. પ્રથમ ક્વાર્ટરમાં એટ્રિશન 12.1 ટકા પર આવ્યું હતું, જે અગાઉના ક્વાર્ટરમાં 12.5 ટકા હતું. TCSના કર્મચારીઓએ 11 મિલિયન લર્નિંગ કલાકો પૂરા કર્યા છે અને 1.2 મિલિયન કુશળતા પ્રાપ્ત કરી છે તેમ કંપનીએ તેનાં પરિણામો જાહેર કરતાં પ્રકાશનમાં જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ભારતમાં દસ વર્ષમાં 12.5 કરોડ રોજગારીનું સર્જન થયું, જુઓ શું કહે છે SBI રિપોર્ટ?

Back to top button