

સરકારી નોકરીની પરિક્ષાઓ માટે તૈયારી કરી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. હાલમાં જ ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની ભરતી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા કુલ 388 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત કરવામા આવી છે. GPSC વર્ગ-1અને વર્ગ 2ની 388 જગ્યાઓ માટે ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવી છે. જેમાં DySPની 24 જગ્યાઓ માટેજ્યારે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 જગ્યા માટે ભરતી માટે અરજી મંગાવાવમા આવી છે. જીપીએસસીએ અખબારી યાદી બહાર પાડી છે. જેમાં આપેલ માહિતી પ્રમાણે ઉમેદવારો 24 ઓગસ્ટથી ઓનલાઈન અરજી કરી શકશે.
આ પણ વાંચો : સ્વાતંત્ર્ય પર્વ નિમિત્રે મેડલની જાહેરાતઃ રાજ્યના આ 20 પોલીસ અધિકારીઓને મળશે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ
વર્ગ-1 અને 2ની 388 જગ્યાઓ માટે ભરતી
જીપીએસસી દ્વારા કુલ 388 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.જેમાં DYSPની 24, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર વર્ગ-2ની 98 જગ્યા, સેક્શન અધિકારી સચિવાલય- 25 જગ્યા, રાજ્ય વેરા અધિકારીની 67 જગ્યા, સરકારી શ્રમ અધિકારીની 28 જગ્યા, લધુ ભુસ્તરશાસ્ત્રી વર્ગ-3ની 44 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારોને 24 ઓગસ્ટથી ઓજસ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ આ અરજી કરવાની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર છે. ઉમેદવારોને વધુ વિગતો મેળવવા માટે https://gpsc.gujarat.gov.in ની મુલાકાત લેવી.
આ પણ વાંચો : આવતી કાલે રાજ્યના આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?