પાટણ જિલ્લાના બેરોજગારો માટે ખુશ ખબર, જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે
પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ તથા યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, પાટણ દ્વારા કરવામા આવ્યું છે. તા.25.07.2023 ના રોજ સવારે 9.00 કલાકે આયોજીત રોજગાર ભરતી મેળામાં ધોરણ 10/12/આઇ.ટી.આઇ પાસ/ડિપ્લામા/ડિગ્રી/ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે.
આ તારીખે યોજાશે ભરતી મેળો

ભરતી મેળાનું સ્થળ
પાટણના ઓડીટોરીયમ હોલ, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિધ્ધપુર, આઇ.ઓ.સી ડેપોની સામે, સુજાણપુર પાટીયાની પાસે , સિધ્ધપુર ખાતે આયોજીત રોજગાર ભરતીમેળામાં વય મર્યાદા 18 થી 35 ની રહેશે. આ જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરશે.
નોકરીદાતા
વેલ્સપન ઇન્ડિયા લી અંજાર., બાણેશ્વરી ચેહર એન્ટરપ્રાઇઝ પાટણ, કોટક મહિન્દ્રા લાઇફ ઇનસ્યોરન્સ પાટણ, એલ.આઇ.સી ઓફ ઇન્ડિયા, પાટણ, શિવશકિત બાયો ટેકનોલોજી લી અમદાવાદ, શારદા સન્સ, પાટણ, કરીયર બ્રિજ સ્કિલ સોલ્યુશન પ્રા.લી અમદાવાદ, ગૈાર ઇન્ડસ્ટ્રિઝ સર્વિસ પ્રા.લી, ટેસ્ટોન, કન્સલટીંગ પ્રા .લી વડોદરા, એક્ષીસ બેંક પાટણ, સ્ટીલ સ્ટ્રીપ્સ પ્રા.લી મહેસાણા, મેકેન પ્રા.લી મહેસાણા દિવ્યમ એન્ટરપ્રાઇઝ, પાટણ તથા અન્ય નોકરીદાતા
ખાલી જગ્યાઓ
ઓપરેટર, ટ્રેઈની, લાઇન ઓપરેટર, મશીન ઓપરેટર, હેલ્પર, રીક્રુટમેન્ટ ઓફીસર, એડવાઇઝર, પ્યુન, સેલ્સ મેનેજર, લેબ આસીસટન્ટ, કેશીયર, કલાર્ક, ફીટર
આ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે
આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તેવું રોજગાર અધિકારી પાટણની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ 3 થી 4 નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે.
વેબસાઇટઃ- https://anubandham.gujarat.gov.in
વધુ માહિતી માટે હેલ્પલાનઇ નંબરઃ 6357390390
આ પણ વાંચો : વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા 4 શ્રમિકો દટાયા, 1 મોતને ભેટ્યો