ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ
સાબરકાંઠા અને અરવલ્લીના ચાર લાખ જેટલા પશુપાલકો માટે આનંદના સમાચાર


સાબરકાંઠા અને અરવલ્લીના ચાર લાખ જેટલા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીએ મોટો નિર્ણય લીધો છે. સાબર ડેરી પશુપાલકો પાસેથી ખરીદી કરતા દૂધના ભાવમાં કિલો ફેટે દસ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો આગામી 11 તારીખથી અમલમાં આવશે.
સાબર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો
સાબર ડેરી દ્વારા અત્યાર સુધીમાં કિલો ફેટે 820 રૂપિયા પ્રમાણે પશુપાલકોને ચૂકવવામાં આવતા હતા જેમાં 10 રૂપિયાનો ભાવ વધારો કરતા હવે કિલો ફેટે પશુપાલકોને 830 રૂપિયા પ્રમાણે ચૂકવવામાં આવશે.જોકે ગાયના દૂધમાં સમતુલ્ય કિલો ફેટના 361.40 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો : દ્વારકાથી લઇને ડાકોર સુધી જાણો કઈ કઈ જગ્યાની જન્માષ્ટમી છે સૌથી વધુ ફેમસ