ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર, રાજ્યમાં ઊગતા ન હોય તેવા પાકોની પણ હવે ખેતી થઇ

  • હાલમાં રાજ્યમાં 8 લાખ જેવા ખેડૂતો નેચરલ ફર્મિંગ કરે છે
  • પહેલા ગુજરાતમાં ખારેક અને સ્ટ્રોબેરી જેવા પાકોની ખેતી થતી ન હતી
  • નાબાર્ડ, ગુજરાત કૃષિ વિભાગ અને IIM અમદાવાદ સાથે મળીને આ કામ કરી રહી છે

ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. જેમાં રાજ્યમાં ઊગતા ન હોય તેવા પાકોની પણ હવે ખેતી થઇ રહી છે. પ્રોગ્રેસિવ ખેડૂતોના ઇનોવેશનને અન્ય સ્થળે અજમાવાશે. નાબાર્ડ, ગુજરાત કૃષિ વિભાગ અને IIM અમદાવાદ સાથે મળીને આ કામ કરી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનર હસ્તક આવતી પીસીબી શાખામાંથી નવ પોલીસ કર્મચારીઓની તાત્કાલિક બદલી

ખેડૂતોમાં ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે પોલિસી, રોકાણ અને રિસર્ચના સપોર્ટની જરૂર

ખેડૂતોમાં ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે પોલિસી, રોકાણ અને રિસર્ચના સપોર્ટની જરૂર છે. નેશનલ બેંક ફેર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) અને ગુજરાત કૃષિ વિભાગ દ્વારા રાજ્યના પ્રોગ્રેસિવ ખેડૂતો સાથે સંવાદ યોજાયો હતો. આ તકે નાબાર્ડના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતો ઘણું સારું કામ કરી રહ્યા છે અને તેમના દ્વારા કરાયેલા ઇનોવેશનને અન્ય ખેડૂતો પણ અપનાવે તે માટે નાબાર્ડ પ્રયત્નશીલ છે. નાબાર્ડ ગુજરાતના પ્રોગ્રેસિવ ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ ફાઈનાન્શિયલ સપોર્ટ આપતું રહ્યું છે અને આગળ પણ રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: લોકોને લાલચ ભારે પડી, રૂ. 200 કરોડ ઉઘરાવનાર વૈભવ દુબઇ ભાગી ગયો

પહેલા ગુજરાતમાં ખારેક અને સ્ટ્રોબેરી જેવા પાકોની ખેતી થતી ન હતી

નાબાર્ડ ગુજરાતના ચીફ્ જનરલ મેનેજર બી કે સિંઘલે જણાવ્યું કે, પહેલા ગુજરાતમાં ખારેક અને સ્ટ્રોબેરી જેવા પાકોની ખેતી થતી ન હતી. ખેડૂતોની આવડતના કારણે હવે એવા પાકોની પણ ખેતી થઇ રહી છે જે ઓરિજિનલી ગુજરાતના નથી. સરકારની એગ્રિકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ યોજના હેઠળ નાબાર્ડ પ્રોગ્રેસિવ ખેડૂતોને સપોર્ટ કરતુ આવ્યું છે. ખેડૂતોમાં ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે પોલિસી, રોકાણ અને રિસર્ચના સપોર્ટની જરૂર પડે છે. નાબાર્ડ, ગુજરાત કૃષિ વિભાગ અને IIM અમદાવાદ સાથે મળીને આ કામ કરી રહી છે. ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને પોતાના ગ્રાસરૂટ લેવલના ઇનોવેશન થાકી ગુજરાતને કૃષિક્ષેત્રે નવી ઉંચાઈએ પહોચાડવા જણાવ્યું હતું અને કહ્યું કે, ખેડૂતો રાજ્ય સરકારની એપ્લિકેશન મારફ્ત ડ્રોન આધારિત ખેત પદ્ધતિ અને ડિજિટલાઈઝેશનને વધુમાં વધુ અપનાવે. હાલમાં રાજ્યમાં 8 લાખ જેવા ખેડૂતો નેચરલ ફર્મિંગ કરે છે.

Back to top button