ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

અર્થતંત્ર માટે સારા સમાચાર, બીજી વખત GST કલેક્શન ₹1.50 લાખ કરોડને પાર

Text To Speech

દેશના છેલ્લા મહિના એટલે કે ઓક્ટોબરના જીએસટી કલેક્શનના આંકડા આવી ગયા છે. ઓક્ટોબર મહિનામાં આ કલેક્શન રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું હતું. આ બીજી વખત છે જ્યારે કલેક્શનના આંકડા આ સ્તરને વટાવી ગયા છે.છેલ્લા મહિનાના એટલે કે ઓક્ટોબરના જીએસટી કલેક્શનના આંકડા આવી ગયા છે. ઓક્ટોબર મહિનામાં આ કલેક્શન રૂ. 1.5 લાખ કરોડને પાર કરી ગયું હતું. આ બીજી વખત છે જ્યારે કલેક્શનના આંકડા આ સ્તરને વટાવી ગયા છે. અગાઉ એપ્રિલ 2022માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતું. આ સતત 8મો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

ઓક્ટોબર કલેક્શન:

નાણા મંત્રાલયે જણાવ્યું કે ઓક્ટોબર 2022માં GST કલેક્શન 1,51,718 કરોડ રૂપિયા હતું. ઓક્ટોબરમાં સેન્ટ્રલ ગુડ સર્વિસ ટેક્સ (CGST)નો આંકડો રૂ. 26,039 કરોડ હતો. જ્યારે રાજ્ય ગુડ સર્વિસ ટેક્સ એટલે કે SGST ₹33,396 કરોડ, IGST ₹81,778 કરોડ અને સેસ ₹10,505 કરોડ હતો.

એક વર્ષ પહેલાની સ્થિતિ:

ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2021માં GST કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા હતું. સપ્ટેમ્બર 2022 માં GST કલેક્શન 1,47,686 કરોડ રૂપિયા હતું. આ એક વર્ષ પહેલા કરતા 26 ટકા વધુ છે.

આ પણ વાંચો : PM મોદી દુનિયામાં જ્યાં પણ જાય છે તેમને સન્માન મળે છે, લોકશાહીના મૂળ મજબૂત છેઃ અશોક ગેહલોત

Back to top button