શેરબજારમાં રોકાણકરો માટે સારા સમાચાર, સેન્સેક્સ અને નિફ્ટી આટલા અંકો સાથે ખુલ્યો
શેરબજારમાં રોકાણકારો માટે આજે ખૂબ સારા સંકેતો દેખાઈ રહ્યા છે. ગઈકાલે અમેરિકન બજારોમાં જોરદાર તેજી જોવા મળી હતી જેના લીધે આજે શેરબજારમાં સારી શરૂઆત જોવા મળી છે. ભારતીય શેરબજારની આજે જબરદસ્ત ઝડપી ગતિવિધિ જોવા મળી રહી છે. સારા વૈશ્વિક સંકેતોના આધારે ભારતીય બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે બેન્કિંગ, ઓટો, ઓઈલ એન્ડ ગેસના શેરોની ઊંચાઈના લીધે શેરબજાર જોરદાર ઉછાળા સાથે ખુલ્યું છે.
આ પણ વાંચો : સિલિકોન વેલી બેંકની બરબાદીથી વૈશ્વિક મંદીના સંકેત, જાણો શેરબજાર પર શું અસર પહોચશે
આવી શરૂઆત સાથે ખુલ્યું શેરબજાર
આજે બજારની શરૂઆતમાં BSEનો 30 શેરોનો ઈન્ડેક્સ સેન્સેક્સ 334.32 પોઈન્ટ એટલે કે 0.58 ટકાના વધારા સાથે 57,963.27 ના લેવલે ખુલ્યો છે. આ સિવાય NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 72.00 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 17,060.40 પર ખુલવામાં સફળ રહ્યો.
સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ
આજના શેરબજારની શરૂઆતની મિનિટોમાં, BSE સેન્સેક્સના 30 માંથી 22 શેરો તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને NSE નિફ્ટીમાં 50 માંથી 34 શેરો મજબૂતાઈના લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જયારે 16 શેરોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
આ પણ વાંચો : અદાણી હિંડનબર્ગ કેસ: કેન્દ્રએ SCને કહ્યું- શેરબજારની સારી કામગીરી માટે સમિતિની રચના કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ…
આ સેકટરોમાં ઉછાળો અને આ સેકટરોમાં મંદી
આજે નિફ્ટીના સેક્ટરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આઈટી, એફએમસીજી, ફાર્મા અને હેલ્થકેર ઈન્ડેક્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. મીડિયા શેર્સ ક્લાઇમ્બિંગ સેક્ટર્સમાં મોખરે છે, જેણે 1.2 ટકાની ઊંચાઈ જાળવી રાખી છે. PSU બેન્કો લગભગ 1 ટકા ઉપર છે. તેલ અને ગેસની સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર 0.71 ટકા વધ્યા હતા. ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં 0.55 ટકાની મજબૂતી સાથે ટ્રેડિંગ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : બેન્કિંગ શેરોમાં ખરીદીના કારણે ભારતીય શેરબજાર મજબૂત તેજી સાથે બંધ
પ્રી-ઓપનમાં માર્કેટની ચાલ આવી હતી
આજે બજારના પ્રી-ઓપનિંગમાં શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 430 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 70 પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે પ્રી-ઓપનમાં BSE સેન્સેક્સ 438.18 પોઈન્ટ એટલે કે 0.76 ટકાના વધારા સાથે 58067ના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, NSE નો નિફ્ટી 69 પોઈન્ટ એટલે કે 0.41 ટકાના વધારા સાથે 17057ના લેવલે પર હતો.