ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શેર બજાર માટે ખુશખબર, બ્રોકરેજ કંપની CLSA ફરી ભારતમાં રોકાણ વધારશે

Text To Speech

મુંબઈ, તા. 16 નવેમ્બર, 2024: ભારતીય શેર બજારના રોકાણકારો માટે સારા સમાચાર છે. વૈશ્વિક બ્રોકરેજ કંપની સીએલએસએએ ભારતીય શેર બજારોમાંથી બહાર નીકળીને ચીનમાં રોકાણ કરવા માટેના તેના પ્રારંભિક વ્યૂહાત્મક પરિવર્તનને ઉલટાવી દીધું છે. બ્રોકરેજ હાઉસે ચીનમાં રોકાણ ઘટાડીને ભારતમાં રોકાણ વધારવાનો નિર્ણય લીધો છે. સીએલએસએએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે યુએસ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ચીની બજારોને પડકારોનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે તેણે આ પગલું ભર્યું છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટ્રેડ વૉર (વેપાર યુદ્ધ) વધી શકે છે, જ્યારે ચીનની વૃદ્ધિમાં નિકાસનો સૌથી મોટો હિસ્સો છે.

બ્રોકરેજ ફર્મે ગત મહિને જ ચીનમાં રોકણ વધાર્યુ હતું

સીએલએસએએ ઓક્ટોબરની શરૂઆતમાં ચીનમાં તેના રોકાણમાં વધારો કર્યો હતો, જ્યારે ભારતમાં તેના રોકાણમાં ઘટાડો કર્યો હતો. બ્રોકરેજે કહ્યું કે હવે તે આ પ્રક્રિયાને ઉલટાવી રહી છે, એટલે કે ભારતમાં ફરીથી રોકાણ વધારશે. થોડા સમયથી વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી પૈસા લઈને ચીનના બજારમાં રોકાણ કરી રહ્યા હતા. ટ્રમ્પની જીત પછી આમાં ફેરફાર થવાની ધારણા છે.

આ શેરમાં ખરીદી કરવાની આપી સલાહ

અગ્રણી બ્રોકરેજ કંપની સીએલએસએએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ખરીદી કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વર્તમાન સ્તરે પ્રવેશવા માટે સારી તક પર છે. બ્રોકરેજે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તેનું આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખીને નવું લક્ષ્ય આપ્યું છે. સીએલએસએએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર માટે વર્તમાન સ્તરથી 30 ટકાના વધારા સાથે રૂ.1650નો લક્ષ્યાંક આપ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની વર્તમાન કિંમત 1267.70 રૂપિયા છે.

આ પણ વાંચોઃ આવતા સપ્તાહે ખુલી રહ્યો છે NTPC ગ્રીન એનર્જીનો IPO, જાણો દાવ લગાવવો જોઈએ કે નહીં

Back to top button