ટ્રેન્ડિંગબિઝનેસ

સહારાના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, આ રીતે મેળવી શકાશે રિફંડ

  • 9 મહિનામાં 10 કરોડ રોકાણકારોને રિફંડ આપવામાં આવશે.

સહારા ઈન્ડિયામાં રોકાણ કરનારા લાખો રોકાણકારો માટે સારા સમાચાર છે. હવે તેમને તેમના પૈસા મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે નહીં. વાસ્તવમાં આજે એટલે કે 18 જુલાઈએ સહકાર મંત્રી અમિત શાહ સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે. જે રોકાણકારોના નાણાં ફસાયા હતા તેમના નાણાં આ પોર્ટલ દ્વારા આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે રિફંડ પોર્ટલ કર્યું લોન્ચ:

સહકાર મંત્રી અમિત શાહના જણાવ્યા અનુસાર સહારા ગ્રુપમાં જે 10 કરોડ રોકાણકારોના પૈસા ફસાયા છે. તેમના માટે કેન્દ્ર સરકારે મંગળવારે CRCS-સહારા રિફંડ પોર્ટલ લોન્ચ કર્યું છે.

ક્યાં અને કેવી રીતે અરજી કરવી?

જે જે રોકાણ કારોના પૈસા સહારા ઈન્ડિયામાં ફસાયા છે તેમને રિફંડ માટે નીચે આપેલી વેબસાઈટની મુલાકાત લો.

https://cooperation.gov.in/

આ વેબસાઈટમાં તમારે ‘CRSC-સહારા રિફંડ પોર્ટલ’ ટેબ પર જવાનું રહેશે. આ પોર્ટલ આઇએફસીઆઇની પેટાકંપની દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં આ સહકારી મંડળીઓના રોકાણકારોના દાવાઓ સબમિટ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો પર, સહારા-સેબી રિફંડ ખાતામાંથી સીઆરએસસી એટલે કે સહકારી મંડળીના કેન્દ્રીય રજિસ્ટ્રારને 5,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

સહારાના રોકાણકારો માટે આવ્યા સારા સમાચાર, આ રીતે મેળવી શકાશે રિફંડ

અમિત શાહે કહ્યું કે પહેલા રોકાણકારોને 10,000 રૂપિયા સુધીનું રિફંડ મળશે. તે પછી, જેમણે વધુ રકમનું રોકાણ કર્યું છે, તેમની રકમમાં વધારો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1.7 કરોડ રોકાણકારોની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે, કારણ કે રૂ. 5,000 કરોડનું ભંડોળ છે.

વધુમાં અમિત શાહે જણાવ્યું હતું કે એકવાર રૂ. 5,000 કરોડનો ખર્ચ થઈ જાય પછી, તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે અને તેમને વધુ નાણાં મુક્ત કરવા વિનંતી કરશે, જેથી અન્ય રોકાણદારોની રકમ પણ સંપૂર્ણ રિફંડ કરી શકાય. તેમણે દાવો કર્યો હતો કે સહારા ગ્રૂપની ચાર સહકારી મંડળીઓમાં થાપણદારોને તેમના નાણાં 45 દિવસમાં પરત મળી જશે.

ક્લેઇમ કરવા માટે આ બે બાબતો જરૂરી:

દાવો દાખલ કરવા માટે બે મહત્વપૂર્ણ આવશ્યકતાઓ છે, પ્રથમ મોબાઇલ સાથે આધારની નોંધણી અને બીજું બેંક ખાતું આધાર સાથે લિંક, જ્યાં રિફંડ જમા કરવામાં આવશે. CRCS-રિફંડ સહારા રિફંડ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ સહકારી સભ્યોના હિતોનું રક્ષણ કરવાનો છે.

સરળ સ્ટેપ માં સમજો પૂરી પ્રક્રિયા:

  1. રોકાણકારે https://mocrefund.crcs.gov.in/ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે.
  2. જ્યારે હોમપેજ ખુલશે, ત્યારે રોકાણકાર ‘ડિપોઝિટર રજિસ્ટ્રેશન’ વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  3. હવે નવા પેજ પર તમારો આધાર નંબર દાખલ કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો.
  4. આ પછી નીચે આપેલ કેપ્ચા કોડ ભરો અને OTP મેળવો વિકલ્પ પર ક્લિક કરો.
  5. આ કર્યા પછી, તમે દાખલ કરેલ મોબાઈલ નંબર પર OTP આવશે, તેને દાખલ કરો.
  6. આ રીતે તમારા પોર્ટલ પર રજીસ્ટેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે, તે પછી હોમપેજ પર પાછા આવો.
  7. લૉગિન કરવા માટે, તમારે ‘ડિપોઝિટર લૉગિન’ વિકલ્પ પસંદ કરવો પડશે.
  8. અહીં તમારે તમારા આધાર નંબરના છેલ્લા ચાર અંકો નાખીને તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  9. ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને OTP મેળવવાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, હવે મોબાઈલ પર મળેલો OTP ભરો.
  10. નવા પેજ પર, કૃપા કરીને અહીં આપેલી માર્ગદર્શિકાને સારી રીતે વાંચો અને ‘હું સંમત છું’ પર ક્લિક કરો.
  11. આ પછી, તમારી બેંકનું નામ અને જન્મ તારીખ (DOB) દેખાશે, પછી અહીંથી ડિપોઝિટ સર્ટિફિકેટ ફોર્મ પર જાઓ.
  12. હવે ક્લેમ રિક્વેસ્ટ ફોર્મ ભરવાનું રહેશે, જેમાં સહકારી મંડળીનું નામ, સભ્યપદ નંબર,અને જમા રકમ દાખલ કરો.
  13. તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ માહિતીની ચકાસણી કર્યા પછી, પોર્ટલ પર ક્લેમ લેટર ડાઉનલોડ કરો.
  14. તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો પેસ્ટ કરો અને તેના પર સાઈન કરો, પછી તેને સ્કેન કરીને અપલોડ કરો.
  15. અપલોડ કર્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક કન્ફર્મેશન મેસેજ આવશે.

રોકાણકારે આ બધી પ્રોસેસ કર્યા બાદ કન્ફર્મેશન મેસેજ મળશે, આ કન્ફર્મેશન મેસેજ મળ્યાના  45 દિવસમાં રિફંડની રકમ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચો: શેરબજારમાં લીલોતરી; રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓલ ટાઈમ હાઈની નજીક – સેન્સેક્સ 67100 પર બંધ

Back to top button