- ભારતીય રેલવેએ પેસેન્જર ટ્રેનોના ભાડાને પ્રી-કોવિડ લેવલ સુધી ઘટાડી દીધા છે. તેનાથી સામાન્ય લોકો માટે રેલવેમાં મુસાફરી સસ્તી થશે
દિલ્હી, 28 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણી પહેલા સરકારે રેલવે મુસાફરોને મોટી રાહત આપી છે. રેલવે દ્વારા પેસેન્જર ટ્રેનના ભાડાને પ્રી-કોવિડ સ્તર સુધી ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારના આ પગલાથી પેસેન્જર ટ્રેનના ભાડામાં 40 થી 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. આ નિર્ણયને રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટી રાહત તરીકે માનવામાં આવી રહ્યો છે.
આ ટ્રેનોના ભાડાને અસર થશે
હાલના સમયમાં પેસેન્જર ટ્રેનોને ‘એક્સપ્રેસ સ્પેશિયલ’ અને ‘MEMU/DEMU એક્સપ્રેસ’ ટ્રેનો તરીકે ઓળખાઈ રહી છે. હવે આ ટ્રેનોના બીજા વર્ગ (દ્વિતીય ક્ષેણી)ના ભાડા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. રેલવે સત્તાવાળાઓ દ્વારા મુખ્ય બુકિંગ રિઝર્વેશન સુપરવાઈઝરને પણ આ ફેરફાર માટેની સૂચના જારી કરવામાં આવી છે. આ પછી, તે MEMU ટ્રેનો જેની સંખ્યા શૂન્યથી શરૂ થાય છે. તેમના ભાડામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર 27 ફેબ્રુઆરીથી દેશભરમાં લાગુ થઈ ગયો છે.
કોરોના સમયે ભાડામાં કર્યો હતો વધારો
કોરોના મહામારી દરમિયાન મુસાફરોની ભીડ ઘટાડવા માટે સરકારે પેસેન્જર ટ્રેનોના ભાડાને એક્સપ્રેસ ટ્રેનના ભાડામાં વધારો કર્યો હતો. આ સાથે તબક્કાવાર પેસેન્જર ટ્રેનોને રોકવામાં આવી હતી. આને સ્પેશિયલ એક્સપ્રેસ અને મેમુ ટ્રેનો દ્વારા બદલવામાં આવી હતી. આ ફેરફારને કારણે ટ્રેનોનું લઘુતમ ભાડું 10 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં, કોરોનાના કારણે મુસાફરો પેસેન્જર ટ્રેનને બદલે એક્સપ્રેસ ટ્રેનોના ભાડા ચૂકવવાનો વારો આવ્યો હતો. કોરોના સમયગાળાના અંત પછી મુસાફરો દ્વારા પેસેન્જર ટ્રેનોના ભાડા ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે સરકારે પૂરી કરી છે.
નોંધ: પેસેન્જર ટ્રેનો સિવાય કોઈપણ ટ્રેનના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમામ એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને વંદે ભારત ટ્રેનોના ભાડાં જે છે તે જ રહેશે.
આ પણ વાંચો: EPFOમાં શા માટે દર ત્રણમાંથી એક ક્લેમ કેમ થઈ રહ્યો છે રિજેક્ટ? જાણો કારણ અને ઉપાય