શેરબજારમાં ટ્રેડિંગ કરતા લોકો માટે સારા સમાચારઃ 27 જાન્યુઆરીથી T+1 સિસ્ટમ લાગુ!
ભારતીય શેરબજાર 27 જાન્યુઆરીથી સંપુર્ણ રીતે એક નાનકડા ટ્રાન્સફર સાઇકલમાં શિફ્ટ થઇ જશે. આ નિયમ લાગુ થયા બાદ સેલર્સ અને બાયર્સના ખાતામાં બિઝનેસ સમાપ્ત થયાના 24 કલાકની અંદર જ પૈસા જમા થઇ જશે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમે તમારા પોર્ટફોલિયોમાં રહેલા શેરને વેચો છો તો 24 કલાકની અંદર જ તમારા ખાતામાં પૈસા ક્રેડિટ થઇ જશે. હવે તમારે તમારા સ્ટોકના રૂપિયા ક્રેડિટ થવા માટે બહુ રાહ નહીં જોવી પડે. તમામ લાર્જ-કેપ અને બ્લુ-ચિપ કંપનીઓ 27 જાન્યુઆરીથી T+1 સિસ્ટમ પર સ્વિચ થઇ જશે.
અત્યારે લાગુ છે T+2 સિસ્ટમ
હાલમાં માર્કેટમાં T+2 સિસ્ટમ લાગુ છે. તેના કારણે ખાતામાં પૈસા પહોંચવામાં 48 કલાકનો સમય લાગે છે. શેરબજારમાં T+2નો નિયમ 2003થી લાગુ છે. 27 જાન્યુઆરી 2023થી હવે આ નિયમોમાં બદલાવ આવવા જઇ રહ્યો છે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ રોકાણકારોને ફંડ અને સ્ટોકને ઝડપથી રોલ કરવા વધુ ટ્રેડિંગ કરવાના ઓપ્શન આપશે. સેટલમેન્ટ સાઇકલ ત્યારે પુરી થાય છે, જ્યારે કોઇ ખરીદદારને શેર અને સેલર્સને પૈસા મળે છે. ભારતમાં સેટલમેન્ટ પ્રોસેસ અત્યાર સુધી T+2ના રોલિંગ સેટલમેન્ટના નિયમ પર બેઝ્ડ હતી. T+1નો નિયમ લાગુ થયા બાદ માર્કેટમાં લિક્વિડિટી વધશે.
આ પણ વાંચોઃ વિવાદો બાદ પણ પઠાણ ફિલ્મ કરી શકે છે ધૂમ કમાણી, એડવાન્સ બુકિંગના પહેલા દિવસે જ આટલી ટિકીટો વેચાઈ