અમદાવાદમાં મેટ્રો ટ્રેનના મુસાફરો માટે આવ્યા આનંદના સમાચારઃ જાણો પૂરી વિગત


અમદાવાદ, 6 ડિસેમ્બર, 2024: અમદાવાદમાં મેટ્રો ટ્રેનના મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. ખાસ કરીને થલતેજ ગામથી અને થલતેજ સુધી મુસાફરી કરવા માગતા નોકરિયાત વર્ગ માટે મેટ્રો વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવે આગામી 8 ડિસેમ્બરને શનિવારેથી વસ્ત્રાલ – થલતેજ વચ્ચે દોડતી મેટ્રો છેક થલતેજ ગામ સુધી જશે.
અત્યાર સુધી આ રૂટ પરની મેટ્રો થલતેજ ચાર રસ્તાથી વસ્ત્રાલ જતી હતી જેને કારણે થલતેજ ગામમાંથી અને થલતેજ ગામ સુધી અપડાઉન કરતા લોકોને એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા પર બનેલા સ્ટેશનેથી બેસવું પડતું હતું અને ત્યાં જ ઉતરવું પડતું હતું. પરંતુ હવે જેઓ થલતેજ ગામ સુધી જવા માગે છે તેમને આગામી શનિવારથી આ સુવિધા ઉપલબ્ધ થશે.

આ સાથે ગુજરાત મેટ્રો રેલ સત્તામંડળ દ્વારા શહેરની તમામ મેટ્રો સેવા માટેનું ટાઈમ ટેબલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જે આ લિંક દ્વારા મેળવી શકાશે અને મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકશે. https://www.gujaratmetrorail.com/ahmedabad/route-map/
આ પણ વાંચોઃ BZ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજીની આજે સુનાવણી