ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાએ H-1B વિઝામાં આજથી કર્યો મોટો બદલાવ, જાણો ભારતીયો પર શું થશે અસર

વોશિંગ્ટન, તા. 17 જાન્યુઆરી, 2025: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેનની વિદાયને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળે તે પહેલા બાઈડેને તેમના કાર્યકળનો અંતિમ મોટો ફેંસલો કર્યો હતો. જે મુજબ આજથી 17 જાન્યુઆરીથી H-1B વિઝા પ્રોગ્રામમાં મોટો ફેરફાર કર્યો છે. H-1B વિઝા કુશળ વિદેશી કામદારોને અમેરિકામાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. લાખો ભારતીયો અમેરિકામાં H-1B વિઝા પર કામ કરે છે. આ ફેરફારોની અસર ભારતીય પ્રોફેશનલ્સ પર પણ પડશે.

H-1B વિઝાનું સંચાલન યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા કરવામાં આવે છે. વર્ષ 2023માં અમેરિકા દ્વારા જારી કરાયેલા H-1B વિઝાઓમાંથી 70 ટકા વિઝા ભારતીય પ્રોફેશનલ્સને આપવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભારતીયોને નવા ફેરફારોથી ફાયદો થઈ શકે છે.

H-1B વિઝાના નિયમોમાં આ ફેરફારો કોઈ પણ સંસ્થા દ્વારા મોટી સંખ્યામાં H-1B વિઝાની અરજીઓ કરવામાં ન અને દરેકને તક મળી શકે તે માટે કરવામાં આવ્યો છે.. જે વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે અને અમેરિકામાં કામ કરવા માગે છે, તેમના માટે F-1 વિઝાને H-1B વિઝામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે.

નવા નિયમો હેઠળ નિષ્ણાત વ્યવસાયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ હેઠળ, લાયકાત ધરાવતી જગ્યાઓ ભરવા માટે સ્નાતકની ડિગ્રીની જરૂર પડશે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેમાં છૂટછાટ પણ આપી શકાય છે અને જો તેમની લાયકાત નોકરી સાથે સંબંધિત છે, તો તેમને નિષ્ણાત ડિગ્રી વિના પણ પસંદગી આપી શકાય છે. USCIS એ H-1B વિઝાના બેકલોગને ક્લિયર કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગ કરી છે. આ ફેરફારો નોકરીદાતા માટે વધુ સુગમ બનાવવામાં આવ્યા છે અને તેઓ તેમની જરૂરિયાતો અનુસાર ચોક્કસ વ્યાવસાયિકોની ભરતી કરી શકશે. તેમજ કંપનીમાં હિસ્સો ધરાવતા વેપારીઓ હવે H-1B વિઝા માટે અરજી કરી શકશે.

વતન પરત ફર્યા વગર જ વિઝા રિન્યૂ કરાવી શકશે

નવા નિયમો હેઠળ, H-1B વિઝા ધારકોને પણ અચાનક તપાસનો સામનો કરવો પડી શકે છે અને જો તપાસમાં કેટલીક ભૂલો જોવા મળે તો વિઝા રદ કરી શકાય છે. હવે H-1B વિઝા સાથે નવું અપડેટ કરેલું ફોર્મ I-129 ભરવું ફરજિયાત રહેશે. તેનો ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. H-1B વિઝા ધારકો હવે પોતાના વતન પરત ફર્યા વગર જ પોતાના વિઝા રિન્યૂ કરાવી શકશે. આનાથી ભારતીય વ્યાવસાયિકોને ઘણી મદદ મળશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ ACBની સફળ ટ્રેપ, વધુ એક લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

Back to top button