ગુજરાતની ગૃહિણીઓ માટે ચૂંટણીના પરિણામ પછી સારા સમાચાર આવ્યા છે. જેમાં સિંગતેલમાં ડબ્બે રૂ.100 અને કપાસીયામાં રૂ.200નો ઘટાડો થયો છે. તથા મગફળીની બમ્પર આવક થતાં છેલ્લા વીસ દિવસમાં ઘટાડો નોંધાયો છે. ચૂંટણીના કારણે તેલ બજારમાં શાંતિ રહ્યાં બાદ હવે વધારો-ઘટાડો શરૂ થયો છે. જેમાં કપાસીયા તેલમાં ડબ્બે રૂ.200 અને સીંગતેલમાં ડબ્બે રૂ.100નો ઘટાડો થયો છે.
આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીની સાથે વરસાદ, જાણો ક્યાં શહેરોમાં સ્વેટર સાથે છત્રીની પડશે જરૂર
યાર્ડોમાં મગફળીની આવકોમાં વધારો
રાજકોટ તેલ બજારમાં હમણા ચૂંટણીનો માહોલ હતો. જેથી કરીને રાજકોટ તેલ બજારમાં કોઈ ઉછાળા ન હતા, ભાવો સ્થિર રહેલા હતા. તેલ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ કપાસીયા તેલમાં ડબ્બે રૂ.200 અને સીંગતેલમાં ડબ્બે રૂ.100નો ઘટાડો થયો છે. આ ઘટાડો છેલ્લા વીસ દિવસમાં નોંધાયો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. તેલ બજારમાં તથા યાર્ડોમાં મગફળીની આવકોમાં વધારો હતો પણ હમણા છેલ્લા ચાર-પાંચ દિવસથી સિંગતેલમાં કોઈ ફેરફાર હતો નહી ભાવો સ્થિર રહ્યા હતા.
આ પણ વાંચો: કોંગ્રેસના આ ધુરંધરો કે જેમની સામે ભાજપના આ નેતાઓ પણ હાર્યા હતા
સિંગતેલ 15 કિલોના રૂ. 2600 થી 2650
હમણા સાઈડ તેલોમાં પણ કોઈ ખાસ ફેરફાર છે નથી, સિંગતેલ 15 કિલોના રૂ. 2600 થી 2650 તથા સિંગતેલ લેબલ નવા રૂ.2410 થી 2460 છે. સાઈડ તેલોમાં કપાસીયા વોશમાં આજે રૂ.15 નો વધારો થતા કપાસીયા 15 કિલો રૂ.2085 થી 2135 તેમજ કપાસીયા 15 લીટરના રૂ.2035 થી 2085 હતા. જયારે પામોલીનના રૂ.1530 થી 1535, સનફલાવરના રૂ.2150 થી 2230, મકાઈ તેલના રૂ.1970 થી 2040, સરસીયુ તેલના રૂ.2270 થી 2290ના ભાવો રહ્યા હતા. તેમજ વનસ્પતિ રૂ.1500 થી 1610, કોપરેલના રૂ.2410 થી 2460 તથા દીવેલના રૂ.2490થી 2520ના ભાવો હતા.