- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું અનુમાન
- અનેક વિસ્તારમાં પવનની ગતિ 15થી 20 કિમી રહેશે
- ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ શકે છે
ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. જેમાં અંબાલાલ પટેલ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું અનુમાન છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. બનાસકાંઠા, પાલનપુર, ડિસામાં તેમજ થરાદ, પાટણ, કચ્છના ભાગોમાં માવઠાની આગાહી છે.
આ પણ વાંચો: અમદાવાદના શાહઆલમમાં ફાયરિંગ મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમે નોંધાવી ફરિયાદ
અનેક વિસ્તારમાં પવનની ગતિ 15થી 20 કિમી રહેશે
20 અને 21 દરમિયાન અમરેલી જિલ્લાનું હવામાન ઠંડુ, ભેજવાળું અને આંશિક વાદળછાયુ રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારમાં પવનની ગતિ 15થી 20 કિમી રહેશે. જેમાં પશ્ચિમી વિક્ષેપોને લીધે માવઠાની અસર રહેશે. તેમજ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમા ઉત્તર ગુજરાતમાં આજથી 20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ શકે છે
રાજ્યમાં આજથી માવઠાની શકયતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાનું અનુમાન છે. હવામાન નિષ્ણાત દ્વારા 20 તારીખ સુધી બેવડી ઋતુ રહેવાની આગાહી કરી છે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે. તેથી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.